મૂળ વડોદરાની રહેવાસી અને યુકોન ઓવરસીઝના ફાઉન્ડર મેમ્બર ક્રિના મિસ્ત્રી મિસ યુનિટી વર્લ્ડ ઈલાઈટ સ્પર્ધામાં ફર્સ્ટ રનર્સ અપ બની. આ પેજન્ટ દિલ્હી માં યોજવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ રાઉન્ડ અલગ અલગ પ્રવૃત્તિઓ હતી આ પેજન્ટ નું આયોજન અમિત ચૌહાણએ ખુબ સરસ રીતે કર્યું હતું. આમાં 17થી વધુ દેશના સ્પર્ધકો એ ભાગ લીધો હતો જેમાં થી ગુજરાત વડોદરા ની ક્રિના મિસ્ત્રી એ ફર્સ્ટ રનર્સ અપ નું ખિતાબ મેળવી લીધું હતું જે આખા દેશ અને ગુજરાત માટે ગર્વ ની વાત છે.
ક્રિના મિસ્ત્રી ફેશન પેજન્ટમાં ખુબ નામના ધરાવે છે ક્રિના પેહલા પણ મિસ ગુજરાત 2019,મિસ એશિયા કોન્ટીનેન્ટ કવિન 2022-23,વુમન એમપાવરમેન્ટ એવોડ 2021 અને વર્ષલટાઇલ મોડલ ઓફ ધ યર 2021 નો ખિતાબ પણ જીતી ચુક્યા છે.ક્રિના મિસ્ત્રી એ વાત કરતા જણાવ્યું હતું કે, "પોતાની તુલના બીજા જોડે કરવી જોઇએ નહી કારણ કે સૂર્ય અને ચંદ્ર અલગ અલગ ટાઈમ પર ચમક્યા કરે છે. આપણે બધા જ તદ્દન જુદા છીએ બધા માં અલગ પ્રતિભા છુપાયેલી છે બસ આજ પ્રતિભા ને આગળ વધારવાની છે.