FICCIની રાષ્ટ્રીય કાર્યકારી સિમિતિની બેઠક (NECM),માં વિશેષ સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોકાણને પ્રોત્સાહન આપવા અને ટકાઉ વૃદ્ધિનું વાતાવરણ ઊભું કરવાના હેતુથી રાજ્યની નીતિઓ અને પહેલ પર ભાર મૂકતા, ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “PM મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવા તરફ છે, મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવી પહેલ ઝડપી વિકાસ તરફ દોરી રહ્યું છે. ગુજરાત 23 વર્ષથી તેમના નેતૃત્વનો લાભ લઇ રહ્યું છે, પડકારોને તકમાં ફેરવીને પોતાને ગ્રોથ એન્જિનમાં પરિવર્તિત કરી રહ્યું છે.”
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત વિઝનને હાઇલાઇટ કર્યું અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મિશનમાં ગુજરાત મુખ્ય ભૂમિકામાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો. મુખ્યમંત્રી શ્રીમાન પટેલે ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર વાર્તાલાપ કર્યો હતો અને રાજ્ય અને દેશમાં આર્થિક વિકાસ અને ઔદ્યોગિક વિકાસ માટે સરકારનું વિઝિન રજૂ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, “સરકારના નીતિ આધારિત અભિગમને કારણે ગુજરાત સીધા વિદેશી રોકાણમાં અગ્રેસર બન્યું છે અને રોકાણ માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ગુજરાતમાં જંગી રોકાણ થયું છે.”
તેમણે કહ્યું કે “2047 સુધીમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતમાં યોગદાન આપવાનો રોડમેપ તૈયાર છે. અમે ત્યાં સુધીમાં ગુજરાતની અર્થવ્યવસ્થા 3.5 ટ્રિલિયન ડોલર સુધી લઇ જવા માટે પ્રતિબદ્ધ છીએ. FICCI આર્થિક વૃદ્ધિ માટે પ્રેરક છે. મને વિશ્વાસ છે કે વિકસિત ગુજરાત વિકસિત ભારત માટે પુષ્કળ યોગદાન આપશે.આ પ્રસંગે FICCIના પ્રેસિડેન્ટ ડૉ અનીશ શાહે ભારતની વિકાસ ગાથામાં ગુજરાતની સિદ્ધિઓ અને નેતૃત્વની ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુજરાત ભારતની આર્થિક યાત્રામાં મોખરે રહ્યું છે. વસ્તીના માત્ર 5 ટકા સાથે તે રાષ્ટ્રીય નિકાસમાં 8 ટકા, મર્ચેન્ડાઇઝ નિકાસમાં 30 ટકા અને મેરિટાઇમ કાર્ગોમાં 40 ટકા યોગદાન આપે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેનો 12 ટકા વાર્ષિક વૃદ્ધિ દર એક અસાધારણ સિદ્ધિ દર્શાવે છે. અમે 2047માં વિકસિત ભારતના વિઝિન સાથે 32 ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંક માટે કામ કરી રહ્યાં છીએ, અને ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેપાર માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે સ્થાન આપે છે. FICCI ગુજરાતને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે, જે ભારતના GDPમાં 10 ટકા હિસ્સો ધરાવે છે, અને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની રહ્યું છે.”
FICCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમાન હર્ષવર્ધન અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે તેમના વિઝનને શેર કરવા બદલ ગુજરાત સરકારનો હૃદયથી આભાર માનીએ છીએ. FICCI ગુજરાત સાથે ભાગીદારી કરવા માટે અભારી છે અને આગામી વર્ષોમાં આ સહયોગને વઘુ ગાઢ બનાવવા માટે ઉત્સુક છીએ.FICCIની ગુજરાત સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ અને હેસ્ટર બાયોસાયન્સિસના CEO અને MD શ્રીમાન રાજીવ ગાંધીએ ગુજરાતને ઔદ્યોગિક પ્રગતિનું દીવાદાંડી ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “FICCI સરકારની નીતિઓની હિમાયત કરવા માટે ભારતનો અગ્રણી આવાજ છે, ગુજરાત ભારતની વિકાસગાથાને આગળ ધપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નીતિ અને ઉદ્યોગ વચ્ચેના સમન્વયે અમને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે સક્ષમ બનાવ્યા છે, જે આર્થિક વૃદ્ધિને આગળ ધપાવે છે, અને સારી આજીવિકા અને જીવનધોરણનું નિર્માણ કરે છે, જે માનનીય વડાપ્રધાન મોદીની કલ્પના છે.”
મીટિંગ દરમિયાન શ્રી હર્ષવર્ધન અગ્રવાલ FICCIના ચૂંટાયેલા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.FICCIની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની મીટીંગમાં ઉદ્યોગ જગતના લોકો અને હિતધારકોની ભાગીદારી જોવા મળી હતી, ઉદ્યોગોના પડકારોને પહોંચી વળવા, આર્થિક ઉન્નતિને ઉત્તેજિત કરવા અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં ગુજરાતના નેતૃત્વને મજબૂત બનાવવાની તકો અને વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.