ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ખૂબ જ ધામધૂમથી કરવામાં આવેલા આ ગ્રાન્ડ વેડિંગમાં ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ સામેલ થયા હતાં. આરોહી પટેલ, મોનજ ગજ્જર, ઈશા કંસારા અને યશ સોની સહિતના એક્ટર્સે લગ્નના તમામ ફંક્શનમાં ધૂમ મચાવી હતી. આ સાથે બધા જ મલ્હાર અને પૂજાને અભિનંદન પાઠવી રહ્યાં છે.મલ્હાર અને પૂજાએ સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યાં છે.
ગુજરાતી અભિનેત્રી પૂજા જોષી અને અભિનેતા મલ્હાર ઠાકર બંને સાથે સ્ક્રિન પર ખૂબ ક્યૂટ લાગે છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ વેબ સિરીઝ 'વાત વાતમાં' સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ 'વીર ઈશાનું સિમંત' અને 'લગ્ન સ્પેશ્યલ'માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.