પ્રાદેશિક કમિશ્નર કચેરી ગાંધીનગર ચીફ ઓફિસર શ્રી અલ્પેશ પટેલ સાહેબ દ્વારા આજ રોજ તા. 25/07/2025 ના રોજ ઇડર નગરપાલિકાની તમામ શાખાઓની વિસ્તૃત સમીક્ષા મુલાકાત લેવામાં આવી. જેમાં સ્વચ્છતા, પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ અને મરામત, વીજલાઇટ, આરોગ્ય, ટેક્સ,હિસાબિ શાખા, જન્મ મરણ, બાગબગીચા સહિતના વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
તેમજ દરેક શાખાના જવાબદાર કર્મચારીઓ સાથે ચર્ચા કરી કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ લાવવાની સૂચનાઓ આપી. નાગરિકોને વધુ સારી સેવા મળે તે માટે કાર્યપદ્ધતિમાં સુધારાની શિફારસ કરી અને નીતિઓને અસરકારક રીતે અમલમાં લાવવા માર્ગદર્શન આપ્યું.
Tags:
Gujarat