આજથી પ્રધાનમંત્રી મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

     PM Modi Gujarat Visit: આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, અને અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે.31મી ઓક્ટોબરે કેવડિયામાં 'એકતા પરેડ'નું પ્રથમવાર આયોજન દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે, તેમના માનમાં આ વર્ષે પ્રથમવાર કેવડિયા ખાતે 'એકતા પરેડ'નું આયોજન કરવામાં આવ્યું છે.

      આ પરેડ 31મી ઓક્ટોબરે યોજાશે, જેની ખાસ વાત એ છે કે, તે દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડ જેવી જ ભવ્ય હશે. આ પરેડમાં દેશના વિવિધ બેન્ડ પણ જોડાશે.

PM મોદીના બે દિવસના કાર્યક્રમની ઝલક

પ્રધાનમંત્રીના બે દિવસના કાર્યક્રમની વિગતવાર માહિતી નીચે મુજબ છે:


પ્રથમ દિવસ (આજ)


| સમય | કાર્યક્રમ | વિગત |


સાંજે 5:00 | કેવડિયા હેલિપેડ પર આગમન

સાંજે 5:10 | 25 નવી ઈ-બસોને લીલી ઝંડી | પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન

સાંજે 6:30 | નર્મદા ડેમ વ્યુ પોઈન્ટ નં-1 ની મુલાકાત | ₹ 1220 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

સાંજે 6:45 | સાંસ્કૃતિક કાર્યક્રમ | નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવતું 'લોહપુરુષ' નાટક નિહાળશે.

સાંજે 7:00 | સર્કિટ હાઉસ | રાત્રિ રોકાણ

બીજો દિવસ (31 ઓક્ટોબર)


| સમય | કાર્યક્રમ | વિગત |


સવારે 8:10 | સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ

સવારે 8:15 થી 10:30 | રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી | **'એકતા પરેડ'** નિહાળશે અને સંબોધન કરશે.

સવારે 10:45 | SOU ખાતે 'આરંભ પોગ્રામ' | IAS-IPS સહિત લગભગ 800 જેટલા લોકો સાથે સંવાદ અને સંબોધન

બપોરે 12:20 | કેવડિયાથી વડોદરા જવા રવાના

બપોરે 1:00 | વડોદરાથી દિલ્હી જવા રવાના

બે દિવસમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત


પ્રધાનમંત્રી મોદીના બે દિવસના કાર્યક્રમમાં નીચે મુજબના વિવિધ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ/ખાતમુહૂર્ત થશે, જે કેવડિયાના વિકાસને નવી ગતિ આપશે:


વોકવે ફેસ ટુ

સ્માર્ટ બસ સ્ટૉપ ફેસ ટુ

પ્રોટોકૉશન વોલ લેન્ડ લેવલીંગ વિયર ડેમ નજીક

સાતપુડા પ્રોટેક્શન વોલ (કેક્ટસ નજીક)

બોન્સાઈ ગાર્ડન

ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન

નર્મદા ઘાટ પાર્કિંગ

નવા રહેણાંક મકાન

એપ્રોચ રોડ મોખડી નજીક

કૌશલ્ય પથ

લીમડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ

ગાર્ડન

ટાટા નર્મદા ઘાટનું વિસ્તરણ

ડેમ રેપ્લિકા

Previous Post Next Post