કોરોનાની ત્રીજી લહેરની દસ્તકની ચિંતા રાજ્ય સરકાર સતત સતાવી રહી છે. એટલે જ રાજ્ય સરકારે અમદાવાદ સહિત ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો છે. ૨૮ ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રહશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં કર્ફ્યૂ લંબાવાયો છે તો ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢમાં કર્ફ્યૂ લંબાવાયો છે. રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી કર્ફ્યૂ રહશે. મહત્વની વાત છે કે કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં ન આવી. કોરોનાની બીજી લહેર રાજ્યમાં સમાપ્ત થવાને આરે છે. છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ ૩૦ જેટલા કેસ આવી રહ્યા છે.
ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા ૨૮ ઓગષ્ટ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે આ આઠ મહાનગરોમાં રાત્રે ૧૧ થી સવારે ૬ વાગે સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજય સરકારે આ અગાઉ ૧૭ ઓગષ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો હતો. ગુજરાતના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢમાંમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. જેમાં રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી રહેશે કર્ફ્યૂ રહેશે. તેમજ હાલ કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં આવી નથી.
