ભારતના ઈતિહાસમાં એથ્લેટિક્સમાં પ્રથમ મોડલ ગોલ્ડ મળ્યો છે. ભારતીય ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. નીરજ ચોપરા હરિયાણાના પાણિપતના ખાન્ડ્રા ગામનો રહેવાસી છે. તેનો જન્મ ૧૯૯૭ની ૨૪મી ડિસેમ્બરે થયો હતો. તેમના પિતા સતિષકુમાર ખેડૂત છે. ઘણા ને એ વાતની ખબર નહિ હોય કે, નીરજ નાનપણમાં ઓબેસિટી (મેદસ્વીતા)થી પીડાતો હતો. ૧૧વર્ષની વયે તેનું વજન ૯૦ કિલોગ્રામ જેટલું અસાધારણ હતુ. આ કારણોસર તેના પરિવારે જીમમાં દાખલ કર્યો હતો. તેને રમત-ગમતમાં રસ પડતો થયો. અહીં જ પહેલી વાર ભાલા ફેંકનો પરિચય થયો અને પછી એમાં રસ પણ પડ્યો.
નીરજ ચોપરા હકીકતે પ્રોફેશનલ ખેલાડી નહીં પણ ભારતીય સૈન્યમાં જુનિયર કમિશન્ડ ઓફિસર (નાયબ સુબેદાર) છે. ૨૦૧૬માં તેઓ સૈન્યમાં ભરતી થયા હતા. સૈન્યમાં અસાધારણ પ્રદર્શન માટે તેમને વિશિષ્ટ સેવા મેડલ મળી ચૂક્યો છે. નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં ૮૭.૦૩ મીટર દૂર ભાલો ફેંક્યો હતો.બીજા થ્રોમાં એણે ૮૭.૫૮ મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલમાં પ્રબળ દાવેદારી નોંધાવી દીધી હતી. આ ક્વોલિફાઈંગ રાઉન્ડના થ્રો ૮૬.૬૫ મીટર કરતા પણ વધુ છે.ત્રીજા પ્રયાસમાં નીરજે ૭૬.૮૯ મીટર દૂર થ્રો ફેંક્યો છે. નીરજે પોતાના ચોથા અને પાંચમા પ્રયાસમાં ફાઉલ થ્રો કર્યો હતો.ઓલિમ્પિકની એથ્લેટિક્સમાં ભાલા ફેંક રમતમાં ભારતને સૌ પ્રથમ ગોલ્ડ અપાવનાર નીરજ ચોપડા.
