અમદાવાદ, ( જીલાની પઠાણ દ્વારા )
ખેડા જિલ્લાના પેટલાદ ગામમાં ૨૯ નવેમ્બરના રોજ જન્મેલી રિધમ ભટ્ટને મિમિક્રી કરવાનું ખુબ જ પસંદ હતું તે ફેમિલીમાં બધાની મિમિક્રી કરતી હતી બસ આટલું જ બાકી કોઈ એકિટંગ કોર્સ કર્યો નોતો કે કોઈ અનુભવ પણ ન હતો પણ જ્યારે લંડનથી ગ્રેજ્યુએટ કરીને પરત ફરી ત્યારે મને એક જી. એસ. ટી બેંકની એડ મળી તે કરી પછી ગુજરાતી નાટકો અને ફિલ્મો કરી પણ અત્યારે ચાલી રહેલા કોવિડ ૧૯ અને લોકડાઉનના કારણે ફિલ્મો અને નાટકો અટકી ગયા છે તેવામાં અત્યારે વેબ સિરીઝએ એક સ્થાન મેળવી લીધું છે ગુજરાતી હોઈ કે હિન્દી બધા વેબ સિરીઝ બનવા લાગ્યા છે તેવામાં ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસથી પોપ્યુલર થયેલી અભિનેત્રી રિધમ ભટ્ટ છેલ્લો દિવસમાં ટીચરનો રોલ કર્યો હતો લોકો આજે પણ તેમણે ટીચર તરીકે ઓળખે છ. એક પછી એક કરી રહી છે ૫ વેબ સિરીઝ જેમાંથી એક અભિલાષ ઘોડાના " તિહાઈ " બેનર હેઠળ બનેલી વેબ સિરીઝ ( કીટી પાર્ટી ) છે જે એક અલગ પ્રકારના કોન્સેપ્ટ સાથે બનાવામાં આવી છે જેમાં ૮ ગર્લની વાત છે જેને સુંદર રીતે નીશીત બ્રહ્નભટ્ટ દ્વારા દિગ્દર્શક કરવામાં આવ્યું છે અને કીટી પાર્ટીમાં રિધમ ભટ્ટ, મમતા સોની, બંસી રાજપૂત, ડિમ્પલ ઉપાધ્યાયએ લીડ કામ કર્યું છે
કીટી પાર્ટી પેલા નાટક બનવાનું હતું અને ગુજરાતી ફિલ્મ માટે પણ વિચાર કરવામાં આવ્યો હતો પણ લોકડાઉનના કારણે ફાઇનલી કીટી પાર્ટી વેબ સિરીઝમાં ત્યાર કરવામાં આવી છે અને કોઈ સારા એવા ઓ.ટી.પી પ્લેટફોર્મ પર રજૂ કરવી કે યુટ્યુબ પર તેની ચર્ચા ચાલી રહી છે પણ કીટી પાર્ટી ટૂંક સમયમાં જ રજૂ થશે. બીજી છે ( મગજ મારી ) જે ગુજ્જુ બાબલો ( યુટ્યુબ ) ચેનલના બેનર હેઠળ ત્યાર કરવામાં આવી છે જે એક કૉમેડી વેબ સિરીઝ છે કોઈ પણ વલગારિટી વગરની ફેમિલી સાથે જોવા લાયક કૉમેડી છે જે ડો.વિક્રમ પંચાલ દ્વારા દિગ્દર્શક કરવામાં આવ્યું છે જેમાં જીતેન્દ્ર ઠક્કર, દિશા પટેલ, સૌનક વ્યાસ, દીપા ત્રિવેદી જશ ઠક્કર જેવા કલાકારોએ કામ કર્યું છે જે ટૂંક સમયમાં જ યુટ્યુબ ચેનલ ગુજ્જુ બાબલો પર રજૂ કરવામાં આવશે. બાકીની ૩ વેબ સિરીઝ પણ કરે છે પણ તેના ટાઇટલ ફાઇનલના હોવાના કારણે અત્યારે તેના વિશે વધારે જણાવી શકાઈ એમ નથી પણ એ વેબ સિરીઝનું કામ પણ ટૂંક સમયમાં જ સારું કરવામાં આવશે.
