અનાજ કૌભાંડમાં ખુલાસો, ક્રાઈમ બ્રાંચની તપાસમાં સાબરકાંઠાના ૫૦ અનાજ માફિયાઓના નામ ખુલ્યા.

 ગરીબોના મોઢામાંથી કોળીયો છીનવી બારોબાર કાળા બજારિયાઓ સુધી અનાજ પહોંચાડનારા અનાજ માફિયાઓનું હવે આવી બન્યું છે. સાબરકાંઠામાં કરોડોનું અનાજ ચાઉં કરી જવાયુ છે ત્યારે રાજ્ય સરકારે ગરીબોનું અનાજ છીનવી લેનારા અનાજ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવા આદેશો છોડ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરેલી તપાસમાં આજે  ઉત્તર ગુજરાતના વધુ ૨૦૦ અનાજ માફિયાઓના નામો ખુલ્યા છે જેના પગલે ખળભળાટ મચી ગયો છે તેમાં પણ સાબરકાંઠાના ૨૦ વ્યાજબી ભાવની દુકાનના  સંચાલકોના નામ બહાર આવ્યા હોવાની વાત સામે આવી છે.મામલતદાર ઓફિસમાં બેસીને રેશનકાર્ડ ધારકોની ખોટી એન્ટ્રીઓ પાડી અને બારોબાર લાખો રૂપિયાનું અનાજ વેચી દેવાયું છે ત્યારે સરકાર આ મામલે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. સૂત્રોના મતે, અનાજ માફિયાઓની સાથે મામલતદાર ઓફિસ અને પુરવઠા વિભાગના અધિકારીઓ પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું તારણ છે.

રેશનકાર્ડમાં એન્ટ્રી કરવા માટે બનાસકાંઠાની એક એજન્સીના કર્મચારીઓ પણ ક્રાઈમ બ્રાન્ચ રડારમાં છે. આજ કર્મચારીઓએ ખોટી એન્ટ્રીઓ પાડી અને મસમોટું કૌભાંડ આચર્યું છે. જો આ કર્મચારીઓ પોલીસની પકડમાં આવશે તો કેટ લાય વ્યાજબી ભાવની દુકાનો અને તાળા વાગે તેવી સંભાવના છે અને મામલતદાર ઓફિસ અને પુરવઠા કલેકટર સુધી પહોંચે તો નવાઈની વાત નહીં.

Previous Post Next Post