ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલના રાષ્ટ્રીય નેતા અને ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ સમિતિના ઉપાધ્યક્ષ મુનાવર ખાન અને કેન્દ્રીય હજ સમિતિના પૂર્વ સભ્ય જનાબ ઇરફાન અહમદ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. બંને રાષ્ટ્રીય મુસ્લિમ નેતાઓએ ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી જેનુલ ભાઈ અન્સારી સહિતના સ્થાનિક અને પ્રદેશ બીજેપીના લઘુમતી આગેવાનો સાથે આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
આ તમામ મહાનુભાવોએ હઝરત અહમદશાહ બાદશાહ (રહે.)દરબારમાં હાજરી આપી અકીદત સાથે ફૂલ ચાદર પેશ કર્યા હતા અને દેશમાં દરેક આફતના અંત આવે તે માટે પ્રાર્થના કરી હતી અમદાવાદ શહેરના સ્થાપક હઝરત અહમદશાહ બાદશાહ (રહે.) ને હજીરાનું જીવન અંગે અને અમદાવાદને વસાવવામાં તેમની ઐતહાસિક ભૂમિકાથી મુસ્લિમ નેતાઓને વાકેફ કરવામાં આવ્યા હતા.
