માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લીધીહતી. નવીન બનેલ રેલ્વે સ્ટેશનના વિવિધ સ્થળોની મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત રેલ્વે સ્ટેશનના જુના કેન્ટીનની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.
મુલાકાત દરમિયાન તેમની સાથે સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી, ધારાસભ્યશ્રી ડો. આશાબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પાર્થરાજસિંહ ગોહિલ, સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags:
Gujarat
