ઘેર ઘેર માંદગીના ખાટલા, ઇડરમાં દર્દીઓથી દવાખાના ઉભરાયા,


ચોમાસુ ઋતુમાં મોટાભાગના દર્દીઓ તાવ,શરદી અને ઉધરસની ફરિયાદ કરી રહ્યા છે. એક એક ઘરમાં બે ત્રણ સભ્યો વાયરલ ઇન્ફેકશનનો ભોગ બની રહ્યા છે. ઇડર માં વાયરલ ઇન્ફેક્શન ના કેસોમાં વધારો નોંધાયો છે અને પરિણામે સ્થિતિ એવી સર્જાઇ છે કે સરકારી હોસ્પિટલ જ નહીં પણ ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ છે. એક પખવાડિયાથી ઇડર શહેર પર વાદળ છાંયૂ વાતાવરણ જોવા મળે છે.કયારેક ઝરમર વરસાદ વરસી જાય છે. જેને લઈ વાતાવરણ માં ઠંડક જળવાય રહે છે.ભાગ્યેજ સૂર્યના કિરણો અને તડકો ધરતી પર પડે છે તેના કારણે લોકોના આરોગ્યને સીધી અસર થઈ રહી છે.છેલા ત્રણેક દિવસ થી ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો વધારો થયો છે. મોટાભાગના દર્દીઓ ને તાવ,શરદી અને ઉધરસ ની ફરિયાદ છે. વાતાવરણના કારણે થતા વાયરલ ઇન્ફેક્શનથી રાહત મેળવવા લોકો દવાખાને દોડી રહ્યા છે.

 ભૂતિયા પૂલ પર ક્લિનિક ધરાવતા ડૉ. અનીસ મેમણ નું કહેવું છે કે,ચોમાસા માંખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી છે. ઈમ્યુનિટી બૂસ્ટર ચીજોનું સેવન કરો. રાતે હળદરવાળું દૂધ પીને ઉંધો. હળદરવાળા દૂધના સેવનથી બોડી ગરમ રહે છે.શરદી, ઉધરસ, તાવ આવતો નથી. આ મોસમમાં જંક કે સ્ટ્રીટ ફૂડના સેવનથી બચવું જોઈએ.જો તમને ચા પીવાની ટેવ વધારે હોય તો હર્બલ ટી પી શકો છો. વરસાદની સીઝનમાં કાચા, પત્તાવાળા શાકભાજીના સેવનથી બચો. તેને સારી રીતે ધોઈને ખાવ. લીલા કે પાંદડાવાળા શાકભાજીમાં સુક્ષ્મ જીવો હોય છે, ભૂલથી તેના સેવનથી કોઈ પ્રકારની બીમારી થઈ શકે છે. વરસાદમાં ભેજવાળી જગ્યાએ મચ્છર અને કીડાનો ઉપદ્રવ થાય છે. મચ્છર કરડવાથી ડેંગુ, ચિકનગુનિયા, વાયરલ ફીવર આવે છે.
Previous Post Next Post