ગુજરાતમાં કોરોના કાળો કેર મચાવ્યો છે ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે હવે લોકો આયુર્વેદિક તરફ વળ્યા છે. ગુજરાત સરકાર પણ આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક ઇમ્યુનિટી દવાઓનું વિતરણ કરી રહી છે. ઘણા લોકોને એ વાતનો ખ્યાલ નહીં હોય કે, વિજયનગર તાલુકાના આતરસુંબા આશ્રમ પાસે હરણાવ નદીના કાંઠે વીસ એકર જમીનમાં પથરાયેલા વન ઔષધિ ઉદ્યાન કેન્દ્ર આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આવાં ઔષધો કેન્દ્રની વિશેષતા એ છે કે અહીં કોરોના જ નહીં કેન્સર જેવા અસાધ્ય રોગોને મટાડી શકાય તેવી અઢીસોથી વધુ પ્રકારની અમૂલ્ય વન ઔષધિ ના છોડવા ઉપલબ્ધ છે. ગુજરાતના જંગલોમાં અસાધ્ય રોગોને મટાડી શકાય તેવી અમૂલ્ય ઔષધિઓનો ભંડાર છે. ભારતીય સંસ્કૃતિની ઔષધી વારસો ઋષિઓની પરંપરાની સાચી પદ્ધતિથી ઉપયોગ કરી શકે, નાશ પામતી અલભ્ય ઔષધીય વનસ્પતિઓનો રક્ષણ થાય અને તેનું ઉછેર થાય તે હેતુથી રાજ્ય સરકારે ઔષધીય વનસ્પતિ ઉદ્યાનનો પ્રારંભ કર્યો હતો.
તા. ૨૦-૫-૧૯૭૬ના રોજ આતરસુંબા આશ્રમ ખાતે ઔષધીય વનસ્પતિ ઉદ્યાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વનસ્પતિ ઉદ્યાનની વિશેષતા એ છે કે, કરિયાતું, શાલ પર્ની, લીંડીપીપર, બ્રાહ્મી, સર્પગંધા, કુવારપાઠા, રગતરોહિડા, અર્જુન, સરસવ ,કાળીજીરી, શતાવરી ,સમુદ્ર શોસ, માલકાંકડી, ગરણી, મધુનાશીની, શંખપુષ્પી, ગળો, જંગલી અડદ,સફેદ મૂસળી, અક્કલગરો ,જંગલી સૂરણ જેવી અનેક ઔષધિય વનસ્પતિઓનું વાવેતર કરાય છે. લગભગ ૨૫૮ જેટલી સિઝનેબલ ઔષધી વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે અને તેના વનસ્પતિઓના ફળ-ફૂલ, પાન, બીજ અને મૂળને કાચી ઔષધિ વનસ્પતિ તરીકે સરકારના નક્કી કરેલા ભાવ મુજબ સરકારી સંસ્થાઓ, સરકારી ફાર્મસીઓ, ફાર્મસી ટ્રસ્ટો અને ખાનગી વ્યક્તિઓને જાણ કરે છે.
હાલમાં જ્યારે કોરોનાએ સમગ્ર ગુજરાતને અજગરી ભરડામાં લીધું છે ત્યારે આ જંગલી વનસ્પતિની ખૂબ જ માંગ વધી છે. આ વન ઔષધિ ઉદ્યાન માં દરેક ઔષધી વનસ્પતિ પર તેનું ગુજરાતી નામ વૈજ્ઞાનિક નામ, સંસ્કૃત નામ ઉપરાંત કયા રોગમાં ઉપયોગી છે તે તમામ વિગતો દર્શાવવામાં આવી છે જેથી મુલાકાતીઓને આયુર્વેદિક વનસ્પતિ ની જાણકારી મળી શકે છે. ખેડૂતો અને વનવાસી આ ઉદ્યાનમાં ઔષધીય વનસ્પતિ વિશે અને તેની કેવી રીતે ખેતી ખેતી કરી શકાય તેની પણ માહિતી મેળવે છે. કેટલાક ખેડૂતો વનૌષધિ નું વાવેતર કરી કમાણી પણ કરે છે આયુર્વેદિક ચિકિત્ વધુ પ્રજાભિમુખ બનાવવા માટે રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા આ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન માંથી ઔષધિય રોપા ઉછેરવા માં આવે છે અને ટોકન દરથી ઔષધિય રોપા આપવામાં આવે છે. આમ પૂરું આ કાળમાં પોળો નજીક આવેલું આ વન ઔષધીય ઉદ્યાન આજકાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Tags:
Gujarat
