સિટીના ઝાયરા ડાયમંડ હાઉસ ખાતે હિન્દી ક્રાઇમ-થ્રિલર ફિલ્મ બેબી ડૂ ડાય ડૂ' (Baby Do Die Do)ના પ્રમોશનમાં દિગ્ગજ અભિનેત્રી હુમા કુરેશીએ તેની આગામી ફિલ્મ વિશે માહિતી આપી

      સિટીના સેટેલાઈટ વિસ્તાર ખાતે આવેલા ઝાયરા ડાયમંડ હાઉસ ખાતે બોલિવુડની જાણીતી અને વર્સેટાઈલ એક્ટ્રેસ હુમા કુરેશી તેની આગામી ક્રાઇમ થ્રિલર ફિલ્મના મૂવી પ્રમોશન માટે આવી પહોંચી હતી. જેમાં હુમાએ પત્રકારોને સંબોધીને તેની અપકમિંગ ફિલ્મ બેબી ડૂ ડાય ડૂ' (Baby Do Die Do) ની વાર્તા અંગે વિગતે વાત કરી હતી.“સલીમ સિબિલિંગ પ્રોડક્શન” અને પુણે 04 પીકચર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ક્રાઇમ થ્રિલર ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મના ડિરેક્ટર નચિકેત સમંત છે. જેમાં ‘બેબી’તરીકે મુખ્ય પાત્રમાં હુમા કુરેશી છે. સાથે સિકંદર ખેર 'ઝફર' નામના મહત્વ રોલમાં છે.

     આ ઉપરાંત ચંકી પાંડે 'પી.એમ. જૈન' નામના પાત્રમાં, સીમા પાહવા 'અંજુમ ખાન' તરીકે વિદ્યા માલવદે 'મંજુ મુરઝાની' ના પાત્રમાં જોવા મળશે.આ ફિલ્મની મુખ્ય વાર્તા વિશે વાત કરીએ તો ફિલ્મમાં 'બેબી' નામની એક યુવતીની છે, જે સાંભળી અને બોલી શકતી નથી એટલે કે Deaf અને Mute છે. બેબી મુંબઈ શહેરમાં એક સિરિયલ કિલર બની જાય છે. અને તેને માત્ર તેની મૃત બહેનનો અવાજ જ સંભળાય છે, જેના કહેવા પર તે ગુનાખોરીના રસ્તે આગળ વધે છે. આ ફિલ્મમાં મુંબઈનું અંડરવર્લ્ડ, રહસ્યો અને બદલાની ભાવના મુખ્ય કેન્દ્રમાં છે.ફિલ્મ બેબી ડૂ ડાય ડૂ' માં એક્શન, ક્રાઈમ, મિસ્ટ્રી, અને થ્રિલર જોવા મળશે. આ ફિલ્મ તેના અનોખા વિષય અને હુમા કુરેશીના પડકારજનક રોલને કારણે ચર્ચામાં છે.

Previous Post Next Post