સાબરકાંઠા જીલ્લા ના ઇડર શહેર માં સહકારી દિવેલા તેલીબિયાં ઉત્પાદન સંઘ લી.ની 36 મી વાર્ષિક સાધારણ સભાં યોજાઈ . વર્ષ 2025 થી 2026 ના કામકાજ નો અહેવાલ અને હિસાબો ને સભાસદો એ સર્વાનુમતે મંજૂરી આપી. સંઘે તા. 31.માર્ચ. 2026 ના રોજ રૂ.393. 45 કરોડ થી વધુનો વેપાર કર્યો આમાંથી રૂ.3.66.કરોડ નો વધુ વેપાર કર્યો આમાંથી રૂ. 3.66.કરોડ નો વેપારી નફો અને રૂ.58.07લાખ ની અન્ય આવક મળીને કુલ. 4.23. કરોડ થી વધુ નો નફો બુક કરાવ્યો જેમાંથી રૂ.4.23 કરોડ વધુનો નફો બુક કરાવ્યો હતો
સભાં ના મુખ્ય મહેમાન સિદ્ધાર્થ પટેલ, મોડાસા ના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા પૂર્વ સાંસદ દીપ સિંહ રાઠોડ, સાબર ડેરી ચેરમેન શામળભાઈ પટેલ,સાબરકાંઠા બેન્ક ના ડિરેક્ટર સતીષ પટેલ,ઇડર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ,વડાલી એ પી એમ સી ના વિજય પટેલ,સાબર ડેરી ડિરેક્ટર રામજીભાઈ પટેલ,ઇડર શહેર પાંજરાપોળ પ્રમુખ પી. સી. પટેલ.,વસાઈ ના પૂર્વ સરપંચ હરિભાઈ પટેલ હાજર રહીને અશોક ભાઈ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘે આં વર્ષે 15.ટકા ડિવિડન્ડ જાહેર કર્યું. ટેકા ના ભાવ થી ખરીદી માં જોડાયેલા 22 સંઘો ના ચેરમેન દ્વારા અશોક પટેલ અને એમ. ડી. પ્રકાશ ભાઈ નું સન્માન કરાયું
ખેડૂતો એ તેમની ખેત પેદાશ નો યોગ્ય ભાવ મળે ગુણવત્તા યુક્ત બિયારણ અને જરૂરી માર્ગદર્શન મળે તો વધુ ઉત્પાદન માટે રસાણીક દવા અને ખાતર ના અતિરેક ઉપયોગ ની જરૂરિયાત ઘટી શકે છે.સહકારી સંસ્થા ઓના આગેવાનો ની જવાબદારી ખેડૂતો ના હિત માં કામ કરવાની છે.સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત હોવાથી ખેડૂતો ની તકલીફ માં તેમની સાથે ઉભા રહી શક્ય તેટલો સહકાર આપવો જોઈએ.
બદલાતી જીવનશેલી, ખોરાક ની પદ્ધતિ અને ખેતી માં વધતા રાસાયણિક ઉપયોગ ના કારણે લોકો માં વિવિધ આરોગ્ય સમસ્યાઓ જોવા મળી રહી છે.આવનારી પેઢી ને સ્વાસ્થ્ય જીવન મળે એ માટે ખેતી થી લઈ દૂધ શાકભાજી સુધી ની ગુણવત્તા જાળવવી જરૂરી છે.ખેડૂતો ને યોગ્ય ભાવ મળે તો તેઓ પણ ગુણવતા યુક્ત ઉત્પાદન તરફ વધુ પ્રોત્સાહિત થઈ શકે છે.સમાજ ના આર્થિક સક્ષમ લોકો અને સંસ્થા ઓએ પણ જરૂરિયાત મદ લોકો માટે મદદરૂપ થવું જોઈએ

