માઈ ભક્તો માટે માઠા સમાચાર, આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં

  પાટનગર ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમનાં મેળાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ભાદરવી પૂનમ માટે ટૂંક સમયમાં નિર્ણય જાહેર થાય તેવી શક્યતા છે. સૂત્રો મતે, આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં, જોકે મંદિર માઈભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવશે. પૂનમના મેળામાં લાખો લોકો ભેગા થતાં હોય છે ત્યારે કોરોના વાયરસ વધવાનો ભય છે. કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પગલે ત્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ મેળાને લઈને માર્ગ દર્શિકા જાહેર કરી શકે છે. લોકોની આસ્થા પણ જળવાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

વાંચો: પોળો ફોરેસ્ટમાં એન્ટ્રી ફીના નામે ઉઘરાણું, કલેકટરે આપ્યા તપાસના આદેશ.

 ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લીધી છે ત્યારે હજુ પણ સરકાર કોઈ જોખમ ખેડવા તૈયાર નથી જેના પગલે ભાદરવી પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ એકઠા થાય છે જેના પગલે સરકાર તકેદારીના પગલાં લેવા ઇચ્છુક છે .તે જોતા રાજ્ય સરકાર ભાદરવી પૂનમના મેળાને છૂટ આપે તેવી શક્યતા ઘણી ઓછી છે આમ છતાં પણ માઈભક્તોને આશા છે કે સરકાર આ મામલે છૂટછાટ આપશે.

Follow:  Instagram, FacebookTelegram

Previous Post Next Post