ઈડરમાં 28મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને કોમી એકતાના માહોલમાં સંપન્ન.

     અષાઢી બીજના પાવન અવસરે ઈડરના ઐતિહાસિક મોટા રામદ્વારા મંદિરથી 28મી ભવ્ય રથયાત્રા ગુરુવારે સવારે 10:45 કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે પ્રસ્થાન કરી હતી. શહેરના મુખ્ય માર્ગો પર હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઈડર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. 

      ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ પટેલ, ઈડર નગરપાલિકા પ્રમુખ અનસૂયાબેન પટેલ ઉપ પ્રમુખ વિનોદભાઈ પરમાર, કારોબારી અધ્યક્ષ જીનલ સગર શહેર પ્રમુખ કુણાલ કંસારા મહામંત્રી પિયુષ ભાઇ દવે ,દિનેશભાઇ પટેલ મહાલક્ષમી જીન,નટુભાઈ પરમાર, ઈડર કોંગ્રેસના રામભાઈ સોલંકી, અનિલભાઈ પંડ્યા,પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાન્તાબેન પરમાર,વિપુલભાઈ લોનવાલા,નરેશભાઈ દેસાઈઅશ્વિન ભાઇ પટેલ, સંજયભાઇ ભરવાડ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

       ઇડર નગર ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રદીપભાઈ ખરાદી, મંત્રી કૃણાલ સગર, ભવરલાલ સોની મોટા રામદ્વારા મંદિરના મહંત રામકૃપાલજી મહારાજ, મહાકાલેશ્વર મંદિરના મહાકાલગીરી મહારાજ તેમજ વડિયાવીર બિલેશ્વર મહાદેવ મંદિરના શાંતિગીરી મહારાજ સહિતના આગેવાનો અને સંત-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ બપોરે 12:10 કલાકે કસ્બા વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં લઘુમતી સમાજના આગેવાનો પ્રમુખ હાજી હારુન પઠાણ ઉપપ્રમુખ આસિફ ભાઈ બેલીમ વાહિદભાઈ અને સતારભાઈ મન્સુરી એ રથ યાત્રા નું ભાવભર્યું સ્વાગત કરી કોમી એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો.

      ત્યારબાદ 12:30 કલાકે ઈડર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર જૈમિન ચૌધરી તેમજ નગરપાલિકાના કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું.બપોરે 1:15 કલાકે રથયાત્રા જલારામ મંદિર પહોંચી હતી, જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલવે સ્ટેશન વિસ્તારમાં વિરામ માટે પધાર્યા હતા. દર વર્ષની પરંપરા મુજબ રેલવે સ્ટેશન વિસ્તારના ભક્તો દ્વારા ભગવાનના ભક્તો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સત્યમ ચોકડી વિસ્તારના વેપારીઓ દ્વારા પરંપરાગત મામેરું ભરવામાં આવ્યું હતું. 

      મામેરામાં નવા વસ્ત્રો, દાગીના તેમજ રોકડ ભેટ અર્પણ કરવામાં આવી હતી.ત્યાર બાદ રથયાત્રા મામલતદાર કચેરી, તિરંગા સર્કલ, મેઈન બજાર, ટાવર ચોક, ખરાદી બજાર અને પાંચ હટડીયા વિસ્તાર થઈ સાંજે 7:00 કલાકે નિજ મંદિર મોટા રામદ્વારા ખાતે પરત ફરી હતી. રથ યાત્રા કરતા હતા તે સમયે પોતાના વિસ્તાર માંથી મોટી સંખ્યામાં ભક્તોએદર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.સમગ્ર રથયાત્રા દરમિયાન ઈડર ડીવાયએસપી સ્મિત ગોહિલ, ઈડર પી.આઈ. આર.એ. ચૌધરી તેમજએલ સી બી, એસ ઓ જી તેમજ જિલ્લા પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થઈ હતી.

     જ્યારે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા રફીક મનસુરી ની આગેવાની હેઠળ કોઈ લાઈટ થી શોર્ટ સર્કિટ ન થાય તેની ટીમ દ્વારા ખડે પગે ઊભા રહ્યા હતા ઇડર નગર ઉત્સવ સમિતિના સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને સામાજિક એકતાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું.

Previous Post Next Post