મુંબઈ ઈન્ડિયન્સના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો, 5 વખતની ચેમ્પિયન સતત છઠ્ઠી મેચ હારી

   ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે એક શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે, હા! IPLની ૧૫મી સિઝનમાં અત્યાર સુધી રમાયેલી તમામ મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો હતો, IPLના ઈતિહાસમાં કોઈપણ ટીમ સતત ૬ મેચ હારી નથી. લખનૌવ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં લખનૌએ મુંબઈને ૧૮ રને હરાવ્યું હતું. આ મેચમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલ બેટિંગ દરમિયાન સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યો હતો, રાહુલે ૬૦ બોલમાં ૫ છગ્ગા અને ૯ ચોગ્ગાની મદદથી ૧૦૩ રન બનાવીને અણનમ રહ્યો હતો. IPL 2022માં સદી ફટકારનાર તે બીજો ખેલાડી બની ગયો છે, આ પહેલા રાજસ્થાન રોયલ્સના ઓપનર જોશ બટલરે મુંબઈ સામે જ સદી ફટકારી હતી.

   મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચ સિવાય તમામ મેચોમાં ફ્લોપ રહ્યો છે, તેને શરૂઆત તો મળી રહી હતી પરંતુ તે મોટી ઇનિંગમાં પરિવર્તિત કરી શક્યો નથી, મુંબઈનો મિડલ ઓર્ડર પણ આ વખતે નિષ્ફળ ગયો છે, પોલાર્ડ તમામ મેચોમાં ફ્લોપ રહ્યો છે. ૧૫ કરોડનો ખેલાડી ઈશાન કિશન પણ પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ ફ્લોપ ચાલી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ ચોક્કસપણે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે પરંતુ એક પણ ખેલાડી ટીમને જીત અપાવી શકતો નથી.

Previous Post Next Post