સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ બિગ બોસના ઓટીટી ઘરમાં પ્રવેશ કરશે.

 સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ સીઝન 13નો ભાગ હતા. શૉમાં બન્નેની કેમિસ્ટ્રીએ દર્શકોના મન પર રાજ કર્યું અને એ હદ સુધી કે આજે પણ ચાહકો તેમને યાદ કરે છે. સીઝન 13 પછી આ પહેલી વાર હશે જ્યારે બિગબૉસ હાઉસમાં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ ફરીથી સાથે જોવા મળશે. શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાને કોઈ પરિચયની જરૂર નથી. ચાહકો તેમને એકસાથે સ્ક્રીન પર જોવાની તક આતુરતાથી અપેક્ષા રાખે છે. સન્ડેના રિલીઝ થનારા એપિસોડની રાહ બધાં જ સિડનાઝના ચાહકો જોઇ રહ્યા છે. બિગબૉસ લવર્સ માને છે કે શૉમાં સિડનાઝની એન્ટ્રી થવાની છે.


સીઝન 13માં બન્નેની મિત્રતાએ ચાહકોમાં લોકપ્રિયતા મેળવી હતી.   ફેન્સને આ જોડી ખૂબ જ ગમવા લાગી. તેમની નોંકઝોંકથી લઈને પ્રેમ સુધી બધુ ફેન્સને ગમતુ હતુ. આ સિઝન દરમિયાન સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલને ફેન્સે એક કપલ માની લીધુ અને તેમની જોડીનુ નામ પડી ગયુ સિડનાઝ.શૉ ખતમ થયા પછી પણ સિદ્ધાર્થ-શહેનાઝની મિત્રતા જળવાયેલી છે. જો કે, રિપૉર્ટ્સ કહે છે કે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે. પણ સિડનાઝે ક્યારેય પોતાના સંબંધનો સ્વીકાર નથી કર્યો. આ જોડીને બિગ બોસ ઓટીટીમાં પ્રવેશતા જોવાનું અતિ રસપ્રદ રહેશે.

Previous Post Next Post