વોટ્સએપે તાજેતરમાં જ એન્ડ્રોઇડ પર તેના બીટા ટેસ્ટર્સ માટે વ્યૂ વન્સ નામનું નવું ફીચર રજૂ કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં, WhatsAppએ એપ્લિકેશનના બીટા વર્ઝન પર કેટલાક એન્ડ્રોઇડ યુઝર્સને આ સુવિધા આપવાનું શરૂ કર્યું. ફિચરથી યુઝર્સને વધુ પ્રાઇવેસી મળશે. વોટ્સએપ દ્વારા ચાલું અઠવાડિયામાં તમામ યુઝર્સને આ મોડ આપવામાં આવશે. WhatsApp બ્લોગમાંથી મળેલી જાણકારી મુજબ તમે કોઈપણ પ્રાઈવેટ માહિતી અને મોમેન્ટસને શેર કરવા માટે આ ફિચરનો ઉપયોગ કરી શકો છો.
Whatsapp: View Once feature
- એકવાર સુવિધા જોવા માટે, તમારે પહેલા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર વોટ્સએપ અપડેટ કરવું પડશે. એપને અપડેટ કર્યા પછી આ સુવિધા જોવા મળશે. તમે કોઈપણ ચેટ વિન્ડો ખોલી શકો છો અને તે વ્યક્તિને મોકલવા માટે ઈમેજ અથવા વિડિયો પસંદ કરી શકો છો.
- આ મોડના માધ્યમથી સેન્ડ કરવામાં આવેલા ફોટા કે વીડિયો એક વખત જોવાયા પછી ગુમ થઈ જશે. આ ફિચરથી યુઝર્સને વધુ પ્રાઇવેસી મળશે.
- - પર્સનલ મેસેજની જેમ જ ‘View Once’ દ્વારા મોકલાયેલો ફોટો કે વીડિયો સહિતનું મીડિયા એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રીપ્શનથી સુરક્ષિત હશે. આ સિસ્ટમથી વોટ્સએપ પણ આ મેસેજ જોઈ શકશે નહીં. આવા મેસેજ પર 1 લખેલું જોવા મળશે. વીડિયો કે ફોટો જોઈ લીધા બાદ આ મેસેજનું સ્ટેટ્સ ‘Opened’ થઈ જશે.
નોંધનીય છે કે, જો તમે 14 દિવસ સુધી મેસેજ ખોલતા નથી, તો મીડિયા તે ઘણા દિવસો સુધી ચેટબોક્સ પર રહે છે. જો કે, 14 દિવસ પૂરા થયા પછી ડીલીટ થઈ જશે.
Tags:
Technology
