હમણાં ઘણા સમયથી માતોશ્રી વૃધ્ધાશ્રમ અને વાડજ પોલીસ સ્ટેશનની "શી" ટીમ બધા તહેવારોની ઉજવણી સાથે કરતી જોવા મળી રહી છે તેવામાં વુમન્સ ડેના દિવસે જરૂરીયાતમંદ સુધી જમવાનુ પહોચાડવામાં આવ્યુ હતું, અને મહિલામાં જાગૃતી આવે તે માટે પ્રવૃતીઓ વાડજ વિસ્તારમાં કરવામાં આવી હતી.
માતોશ્રી વૃધ્ધાશ્રમના પ્રમુખ આશિષભાઈ ઘેસાણીએ વાડજ પોલીસ સ્ટેશનની "શી" ટીમના પૂજા રામકેવલભાઈ ભારતી, જલ્પા હીરાભાઈ તીરગર, શ્વેતા પ્રવિણભાઈ બારડ, નિલમ હનુમંતસિંહ રાજપૂત સન્માન કર્યુ હતું. આ પ્રોગ્રામમાં ઈન્ટરનેશનલ આર્ટીસ્ટ અરવીંદ શ્રીમાળીએ વડિલો અને શી ટીમને મંનોરંજન કરાવ્યું હતું.સંચાલક કીંજલબેન મીસ્ત્રીએ અરવીંદ શ્રીમાળીનુ સન્માન કર્યુ હતું. આ પ્રોગ્રામના અંતમાં "શી ટીમ"ના સભ્યોએ માતોશ્રી વૃધ્ધાશ્રમનાં બધા વડિલોના આર્શીવાદ લીધા હતા.
Tags:
Gujarat