અમદાવાદ એસ જી હાઇવે ખાતે આવેલી અરિસ્ટો રિસોર્ટ એન્ડ ક્લબમાં ગુજરાતી ફિલ્મ "બબલી બિન્દાસ" નું ગ્રાન્ડ ઓડિયો લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મના કલાકારો નિરાલી ઓઝા, ક્રિના પાઠક,રવિ રાવ ,કાર્તિક, ગ્રેન્સી કનેરિયા,કિન્નરી પંચાલ,મગન લુહાર, નૈસર્ગ મિસ્ત્રી અને ફિલ્મના ડાયરેક્ટર વસંત નારકર અને પ્રોડ્યુસર કલ્પેશ શ્રોફ હાજર રહ્યા હતા. ફિલ્મનું મ્યુઝિક ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે બબલી બિન્દાસ એક હલકી ફૂલકી કોમેડી ફિલ્મ છે જે દર્શકોને સારો સંદેશો આપી જશે આ ફિલ્મ ની ખાસ વાત તેની સ્ટોરી લાઈન અને કલાકારો છે જેમણે આમાં અદભુત કામ કર્યું છે.
ફિલ્મનું મ્યુઝિક કૃતાર્થ તળાવિયા એ આપ્યું છે, ફિલ્મના ત્રણે ત્રણ ગીતો સાંભળવા જેવા છે એમાં "મનમાની" લોકો ને બહુજ ગમશે. ગાયક કલાકારોમાં દીપક ચૌહાણ, રેચલ, અને અરવિંદ વેગડાએ બહુજ સુંદર કામ કર્યું છે. માર્કેટિંગ એજેંસી, સરપ્રાઇસિસ ઇનસાઇડના સારા પ્રયાસોથી ફિલ્મની ખુબસુરતી વધી છે. અજેન્સી ના કેવળ તાયડે એ ભરી વરસાદ માં ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા. ફિલ્મનું મ્યુઝિક ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે બબલી બિન્દાસ એક હલકી ફૂલકી કોમેડી ફિલ્મ છે જે દર્શકો ને સારો સંદેશો આપી જશે આ ફિલ્મની ખાસ વાત તેની સ્ટોરી લાઈન કલાકારો છે જેમણે આમાં અદભુત કામ કર્યું છે.ધણી બધી ગુજરાતી ફિલ્મો આવી પણ આ એક અલગ પ્રકારની કોમેડી ફિલ્મ છે જેમાં દર્શકો પેટ પકડીને હસસે ફૂલ મનોરંજન લઈને થિયેટર માંથી બાહર આવશે.બબલી બિન્દાસ ટૂંક જ સમયમાં થિયેટર માં રીલિઝ થવા તૈયાર છે જોવાનું એ રહ્યું દર્શકો ફિલ્મને કેટલું પસંદ કરે છે.