સિનેસ્ટાર મિનિપ્લેક્સ અમદાવાદ ખાતે હિન્દી ફિલ્મ *ઘી સાઇલેન્ટ વિટનેશ* નો પ્રીમિયર શૉ યોજાયો.

     ૨૩ નવેમ્બર ૨૦૨૫ ના રોજ સિનેસ્ટાર મિનિપ્લેક્સ અમદાવાદ ખાતે હિન્દી ફિલ્મ *ઘી સાઇલેન્ટ વિટનેશ* નો પ્રીમિયર શૉ યોજાયો હતો.જેમાં ફિલ્મ ના *લેખક* અને દિર્ગદર્શક *જસ્મિત કુમાર* તેમજ ફિલ્મ ના મુખ્ય કલાકારો *ચંદ્રિકા દેવડા, મનીષ ભદોરિયા અને ભરત સોલંકી, ઑમ દેસાઈ, શિલ્પી દેબનાથ* આ કાર્યક્રમ માં હાજરી આપી હતી.*JK & SB* ની નવીનતમ ફિલ્મ, ધ સાયલન્ટ વિટનેસ માટે ઉત્સાહ, ઉલ્લાસ, ગર્જના અને પ્રશંસાથી ભરેલી હતી. આ ફિલ્મ તેના નામની જેમ સાયલન્ટ નથી. તે એક ખૂન, રહસ્ય અને સસ્પેન્સ છે. તે દર્શકોને 96 મિનિટ સુધી સીટ છોડ્યા વિના જકડી રાખે છે. અમે તેની OTT રિલીઝની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેમની પાસેથી વધુ ફિલ્મોની અપેક્ષા રાખીએ છીએ અને લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ આવી કૌટુંબિક મનોરંજક સામગ્રી અને ફિલ્મ નિર્માતાઓને ટેકો આપે.

      જેમ *RAAJ* અને *DK* બોલીવુડમાં રાજ કરી રહ્યા છે, તેમ *Shailesh Bhambhani* અને *Jasmit Kumar* ગુજરાતમાં અજાયબીઓ કરી રહ્યા છે. તેઓ 2025 માં બીજી વખત તેમની હિન્દી ફિલ્મનો પ્રીમિયર યોજાયો હતો.જસ્મીત કુમાર ઘ્વારા લખાયેલી આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં પણ તેઓ પોતે જ *ડેવિડ* ના પાત્ર માં દેખવામાં આવ્યા.! *સુરેશ મકવાણા* અને *શૈલેષ ભમ્ભાની ઘ્વારા* નિર્મિત આ ફિલ્મ માં માધવ પટેલ, સચિન શર્મા આ અદ્દભુત કેમેરા ની કમાલ બતાવી અને અપૂર્વ બાજપાઈ એ પોતાની ક્રેએટિવિટી બતાવી.મીતા જોશી ના અદભુત મેકઅપ અને દીજે ના કોસ્ચુમે ફિલ્મ માં નવા રંગ ભર્યા. આ ફિલ્મ માં ડૉક્ટર પ્રિન્સ પરીખ (દેવપ્રિયા હોસ્પિટલ) અને રેણુ ભમ્ભાની નો ઘણો સહકાર રહ્યો..!



Previous Post Next Post