હાલનો સમય જોવા જઈએ તો એવો છે કે લોકોને એક બીજાના સહારાની જરૂરીયાત છે તેવા સમયમાં માતોશ્રી વૃધ્ધાશ્રમ અને વાડજ પોલીસ સ્ટેશનની "શી" ટીમ દ્વારા વર્લ્ડ એન.જી.ઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જરૂરીયાત મંદ સુધી જમવાનુ પહોંચાડવામાં આવ્યુ હતું અને સાંજના સમયગાળા દરમ્યાન માતોશ્રી વૃધ્ધાશ્રમ વાડજ ખાતે સંગીતકાર મનહરભાઈ ઠક્કર દ્વારા મ્યુઝીકલ નાઈટનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.
વાંચો: ગ્લેમઅપ ફેશન વૉક ૨૦૨૨નું અમદાવાદ ખાતે સફળતાપૂર્વક આયોજન કરાયું.
જેમાં વૃધ્ધાશ્રમના વડિલો, સંસ્થાના ઉપપ્રમુખ કૈલાસભાઈ ગૌસ્વામી, સંચાલકો જયેશભાઈ ગાંધી, કીંજલબેન મીસ્ત્રી અને વાડજ પોલીસ સ્ટેશનની "શી" ટીમ ગરબે જુમતા જોવા મળ્યા હતા. વાડજ પોલીસ સ્ટેશનની "શી" ટીમ દ્વારા પ્રોગ્રામમાં જલ્પા હીરાભાઈ, પૂજા રામકેવલભાઈ, નિલમ હનુમંતસિંહએ હાજરી આપી હતી. સંસ્થાના પ્રમુખ આશિષભાઈ ઘેસાણીની તબીયત અસ્થિર હોવાના કારણે તેમણે પ્રોગ્રામને ડીજીટલ માધ્યમથી લાઈવ નિહાળ્યો હતો.
વાંચો: માયાનગરીના પરેશ રાવલ ચાર દાયકા પછી ડિયર ફાધર ફિલ્મથી ઢોલીવુડમાં પુનઃ આગમન.