અધતન સુવિધાઓ સાથે રેમ્બો રેસ્ટોરન્ટ તેના ગ્રાહકો માટે કંઈક યુનિક લઈને આવી રહ્યું છે જ્યાં તમને જમવાની સાથે બેન્કવેટ હોલ તેમજ પાર્ટી પ્લોટની પણ અદ્યતન સુવિધા મળશે. આ રેસ્ટોરન્ટની વાત કરીએ તો સરસ અલ્હાદક ઇન્ટિરિયર સાથે બેન્કવેટ હોલની અંદર 300 માણસથી પણ વધારેની સુવિધા ઉપલબ્ધ જોવા મળશે.
અહીં પાર્ટી પ્લોટની અંદર 700 માણસોંથી પણ વધારેની સુવિધા તેમજ આવનાર તમામ લોકો માટે વ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા તથા અલગ આ રેસ્ટોરન્ટની અંદર તમને ચાઈનીઝથી લઈને કોન્ટીનેન્ટલ અને પંજાબી તમામ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી શકો છો. રેસ્ટોરેન્ટના શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના અભિનેતા ગુરુચરણસિંહ ઉર્ફે સોઢી ખાસ હાજર રહી આ હોટેલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ ગુજરાત આવવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને અહીં ગુજરાતના લોકો અને અહીંના અતિથ્યના ખૂબ જ વખાણ કર્યા હતા.