મૂળ અમદાવાદનો નાનપણથી જ સઉદ મન્સુરી એક્ટિંગ ક્ષેત્રે બૉલીવુડમાં પોતાની આગવી છાપ છોડી ચુક્યો છે. ફિલ્મ "અઝહર" માં તે અઝરૂદિનનો બાળપણનો રોલ ભજવી મોહંમ્મદ સઉદ લાઇમ લાઈટમાં આવી ગયો એ પછી અલીફ ફિલ્મમાં લીડ રોલ કર્યો એ પછી ગોલમાલ અગેઇન, જોધા અકબર, જય જય બજરંગબલી, એક થા રાજા એક થી રાની, સાવધાન ઇન્ડિયા જેવી પ્રખ્યાત સિરિયલો ફિલ્મોમાં કામ કરી પોતાની કારકિર્દીને એક અલગ જ રૂપ આપ્યો છે.
હવે સઉદ બૉલીવુડની ધમાકેદાર ફિલ્મ "ખ઼ુદા હાફિઝ પાર્ટ 2માં પોતાનો દમદાર રોલ ભજવવા તૈયાર છે.આ ફિલ્મ 17 જૂને થિયેટર માં ધૂમ મચાવવાં આવી રહી છે. સઉદની હમણાં જ એક વેબ સિરીઝ મુંબઈ સ્પેશિયલ પાવ ભાજી આવી છે આ ઉપરાંત એક મહાનાયક ડોક્ટર બીઆર આંબેડકર પણ કરી ચુક્યો છે સાથે ઘણી એડ ફિલ્મો જેવી કે હોરલીક્સ, ગ્લુકોન ડી, મહિન્દ્રા મ્યુચલ ફંડ, મુંબઈ ક્રિકેટ એશોશીએશન કરી છે.
વાંચો: વોટસઅપના આ નવા ફીચર્સ બદલી નાખશે તમારી ચેટિંગ અને કોલિંગની રીત, જાણો લેટેસ્ટ અપડેટ.