ભાઈચારા ભરી ઈદ, મહંતે રૂ.૧૧૦૦ ઈદી આપી, દલિત ભાઈઓએ મીઠાઇ ખવડાવી.

    પવિત્ર રમજાન માસમાં ઇબાદત કરી મુસ્લિમ બિરાદરોએ  ઈદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં સદભાવનાના વાતાવરણ વચ્ચે ઈદ મનાવવામાં આવી હતી. રમઝાન માસના અંતિમ દિવસે મહાકાલેશ્વર મંદિરના મહંત શનિદેવ જીને ઇડર સુન્ની મુસ્લિમ મોટા કસ્બા જમાતના પ્રમુખ હાજી હારુન ખાન દોલત ખાન પઠાણે ખજૂરની ભેટ આપી ઈદની મુબારક બાદી હતી. આ તરફ, મહંત શ્રી એ પણ રૂ.૧૧૦૦ આપીને સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવ્યા હતા ત્યારે કોમી એકતાના દ્રશ્ય જોવા મળ્યું હતું.

વાંચો: બૉલીવુડ ફિલ્મ "ખ઼ુદા હાફિઝ ચેપ્ટર ૨માં" અમદાવાદનો સઉદ મન્સુરી દમદાર ભૂમિકામાં જોવા મળશે.

  આજ પ્રમાણે, ગઢની તળેટીમાં આવેલા સ્વામી નારાયણ મંદિર મહારાજ શ્રીને પણ ખજૂર આપી ઈદ મુબારક પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત ભોઈ સમાજ, દલિત સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો ને મળી કસ્બા જમાતના સભ્યોએ ખજૂરની ભેટ આપી ઈદ ની શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે ઇડર પ્રાંત અધિકારી, પીએસઆઈ સહિત ઇડર નગર પાલિકાના ચીફ ઓફિસર ને પણ મુસ્લિમ આગેવાનોએ ઈદની મુબારકબાદી પાઠવી હતી.

  ઇડર મુસ્લિમ કસ્બા જમાતના આ હકારાત્મક અભિગમને તમામ સમાજ ના આગેવાનોએ આવકાર્યો હતો. ઈદના દિવસે દલિત સમાજ અને ભીમ સેના ના કાર્યકરો એ ઈડર જુમ્મા મસ્જિદ પાસે આવી કસ્બા જમાતના આગેવાનોનું મીઠાઇ થી મો મીઠું કરાવી ઈદ મુબારક પાઠવ્યા હતા ત્યારે કોમી એક્તા અને સદભાવના નું દૃશ્ય ખડું થયું હતું. ટૂંકમાં, કોમી એખલસ ના વાતાવરણ વચ્ચે ઇડર શહેરમાં ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી. 

  વહેલી સવારે ઇડર શહેરના મધ્યમાં આવેલા કબ્રસ્તાન માં ઈદની નમાઝ પઢવામાં આવી હતી. ઇડર ઉપરાંત તાલુકા ભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આવ્યા હતા. ઇદને પગલે કબ્રસ્તાનની સ્વચ્છતા સ્વચ્છતા ઉપરાંત પાણી પીવાના પાણીની સુવિધા જોઈ લોકોએ કમિટી ની પ્રશંસા કરી હતી. ઈદના સમગ્ર પ્રસં ને સુપેરે અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં ઇડર મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી હારૂન ખાન પઠાણ, ઉપ પ્રમુખ આસિફ બેહલીમ, કબ્રસ્તાન કમિટીના ચેરમેન તથા સહિતના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇદ પ્રસંગે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી ઇડર શહેર પોલીસે પણ કાબિલે દાદ કામગીરી નિભાવી હતી.

વાંચો: વોટસઅપના આ નવા ફીચર્સ બદલી નાખશે તમારી ચેટિંગ અને કોલિંગની રીત, જાણો લેટેસ્ટ અપડેટ.

Previous Post Next Post