ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે. ખેડબ્રહ્માના નારાજ ધારાસભ્ય અશ્ર્વિન કોટવાલ આખરે ભાજપ સાથે જોડાઈ ગયા છે. પક્ષપલટો કર્યા બાદ કહ્યું કે, ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજનો વિકાસ કરવાના હેતુથી હું ભાજપમાં જોડાયો છું. કોટવા લે એવું કબૂલ્યું કે, હું 2007માં ભાજપ માં જોડાવાનો હતો. તે સમયે નરેન્દ્ર મોદીએ જ મને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાં ત્રણ વખત ધારાસભ્ય બન્યો પણ મારા હૃદયમાં નરેન્દ્રમોદી હતા.આદિવાસી સમાજના વિકાસ માટે ભાજપમાં જોડાયા હોવાની તેમણે કબૂલાત કરી હતી.
વાંચો: ભાઈચારા ભરી ઈદ, મહંતે રૂ.૧૧૦૦ ઈદી આપી, દલિત ભાઈઓએ મીઠાઇ ખવડાવી.
તેમણે એવો ય દાવો કર્યો કે, આગામી ચૂંટણીઓમાં ભાજપના 150ના ટાર્ગેટ મારી ભૂમિકા મહત્વની બનશે અને મારા થકી આ ટાર્ગેટ પૂરો થશે. આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસમાં નેતા મુધુસુદન મિસ્ત્રીની ચાલતી સંસ્થાનો વિરોધ કરતાં અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે આ એનજીઓ હાલ આદિવાસી સંસ્કૃતિને હણી રહી છે. અને ભોળા સમાજને ગુમરાહ કરે છે.આ એન.જી.ઓ વિદેશથી આદિવાસીઓ ના નામે ફંડ ભેગું કરી પોતાના ખીસા ભરે છે. જોકે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ સામેની કઈ નારાજગી છે તે અંગે અશ્વિન કોટવાલ કોઈ જ સ્પષ્ટતા કરી શક્યા ન હતા.