નવાજૂનીના એંધાણ: ભાગવત કથામાં સી.આર પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર.

    છેલ્લા કેટલાય સમયથી પાટીદાર આગેવાન નરેશ પટેલની રાજકારણમાં જોડાવા અંગે ની અટકળો ચાલી રહી છે. જોકે, જામનગરમાં પૂર્વ મંત્રી હકુભા જાડેજા એ યોજેલી ભાગવત કથામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર.પાટીલ- અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા પરિણામે ફરી રાજકીય ચર્ચાઓ જોર પકડ્યું છે. રાજકીય સૂત્રોના મતે, ટૂંક સમયમાં ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારોની સંભાવનાઓ ઉદ્દભવી રહી છે. પાટીદાર આગેવાન નરેશ પટેલ છેલ્લા કેટલાય વખતથી રાજકારણ માં જોડાવા માંગે છે પણ અત્યારે તેઓ એક સર્વે હાથ ધરી રહ્યા છે અને સર્વેના પરિણામો બાદ તેઓ નક્કી કરશે કે રાજકારણમાં આવવું કે નહીં. થોડા દિવસો પહેલાં જ ખોડલધામમાં મળેલી પાટીદાર આગેવાનોની બેઠકમાં રાજકારણમાં જવા માટે નરેશ પટેલને લીલીઝંડી આપી દેવામાં આવી છે હવે માત્ર એટલી જ રાહ જોવાઇ રહી છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે ભાજપમાં...

   વાંચો: ભલે કોંગ્રેસનો ધારાસભ્ય હતો પણ નરેન્દ્ર મોદી મારા હૃદયમાં હતા : કોટવાલ
   મહત્વનું છે કે, જામનગરમાં પૂર્વ ધારાસભ્ય હકુભાએ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જ્ઞાન સપ્તાહની પોથી યાત્રામાં પણ નવા રાજકીય સમીકરણના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પોથી યાત્રા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોએક જ રથમાં સવાર જોવા મળતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે. આ પ્રસંગે આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ચર્ચા છે કે, ભાજપના રાજકીય આગેવાનનું હવે વિવિધ કાર્યક્રમ આયોજીત કરી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે.

Previous Post Next Post