સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની સ્વાસ્થ્ય ચિંતન શિબિર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે.

     ભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે તા. પ, ૬, ૭ મે ૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગર - કેવડિયા ખાતે આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. ત્રિદિવસીય ચિંતન શિબિર વિશે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ શિબિરના પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન, સ્વાગત, પરિચય વિધિ બાદ દરેક રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા અને સમીક્ષા થશે. સાંજે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.

   ચિંતન શિબિરના બીજા દિવસના પ્રથમ થિમેટિક સેશનમાં 'કો.ઓપરેશન અને કો.ઓર્ડીનેશન હેલ્ધી સ્ટેટ્સ - હેલ્ધી નેશન' એ વિષય ઉપર વિગતવાર ચર્ચા થશે. બીજા સેશનમાં 'એફોર્ડેબલ અને ઍક્સિસેબલ હેલ્થકેર ફોર ઓલ' એ વિષય ઉપર મંથન થશે સાથે સાથે રાજ્યોમાં આરોગ્ય સેવાઓમાં થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા-સમીક્ષા પણ થશે.

વાંચો: નવાજૂનીના એંધાણ: ભાગવત કથામાં સી.આર પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર.

ચિંતન શિબીરના સમાપન દિવસના પ્રથમ થિમેટીક સેશનમાં પ્રિપેરીંગ ઇન્ડિયા ફોર ફ્યુચર હેલ્થ ઇમર્જન્સીસ વિષય ઉપર છણાવટભરી ચર્ચા વિચારણા થશે તથા હિલ ઈન્ડિયા અને હિલ બાય ઇન્ડિયા વિષયની એક નવી થીમ લઈને ભારત અને વિશ્વની આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારણા માટેની અગત્યની ચર્ચા રાજ્યોના તજજ્ઞો સાથે થશે અંતિમ અને પાંચમા સેશનમાં સ્વસ્થ ભારત માટેનો રોડમેપ તૈયાર કરવા વિચાર વિમર્શ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરએ ભારત દેશના આરોગ્ય ક્ષેત્રને વધુ સુદઢ બનાવવા માટેની સર્વોચ્ચ સલાહકાર પરિષદ છે.

વાંચો: ભલે કોંગ્રેસનો ધારાસભ્ય હતો પણ નરેન્દ્ર મોદી મારા હૃદયમાં હતા : કોટવાલ

Previous Post Next Post