જ્યારે એરોન ફિન્ચ કોલકાતા નાઈટ રાઈડર્સ વતી સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH vs KKR) સામે મેદાનમાં ઉતર્યો ત્યારે તેણે ઈતિહાસ રચ્યો હતો. એરોન ફિન્ચ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 9મી ટીમ તરફથી રમી રહ્યો છે જે એક રેકોર્ડ છે. એરોન ફિન્ચ આટલી બધી IPL ફ્રેન્ચાઈઝી માટે રમનાર પ્રથમ ક્રિકેટર છે.
એરોન ફિન્ચ બાદ આ યાદીમાં દિનેશ કાર્તિકનું નામ આવે છે, જેણે અત્યાર સુધી 7 ટીમો માટે IPL રમી છે. તે જ સમયે રોબિન ઉથપ્પા, થિસારા પરેરા, પાર્થિવ પટેલ અને ઈશાંત શર્મા આઈપીએલમાં 6-6 ફ્રેન્ચાઈઝી માટે રમ્યા છે.
વાંચો: દલિત મુસ્લીમ ભાઈ ભાઈ, ઇડર શહેરમાં કોમી એકતાની મશાલ ઝળહળી.
સૌથી વધુ IPL ફ્રેન્ચાઇઝીઓ માટે રમનારા ક્રિકેટરો:
એરોન ફિન્ચ – 9
દિનેશ કાર્તિક – 7
રોબિન ઉથપ્પા – 6
થિસારા પરેરા-6
પાર્થિવ પટેલ – 6
ઈશાંત શર્મા – 6
યુવરાજ સિંહ – 6
ઈરફાન પઠાણ – 6
Tags:
Sports