ઈડર, ( ફારૂક પઠાણ દ્વારા )
ઐતિહાસિક શહેર ઇડરમાં ઈડરિયો ગઢ જ નહીં પણ જાણીતા રાણી તળાવ વચ્ચોવચ આવેલા પાવાપુરી મંદિર પણ પ્રવાસીઓમાં એટલું જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અમદાવાદ અંબાજી નેશનલ હાઇવે પર આવેલું રાણી તળાવ પર્યાવરણ પ્રેમીઓ માટેનું એક શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ સાબિત થયું છે. આ કારણોસર રાજ્યના પ્રવાસન વિભાગે પણ રાણી તળાવનું બ્યુટીફિકેશન કરવા નિર્ણય કર્યો છે અને જેના ભાગરૂપે રાજ્ય સરકારે રૂપિયા ૫૦ લાખના ખર્ચે અમદાવાદના રિવરફ્રન્ટની નકલ કરી નવો ઓપ આપવા આયોજન કર્યું હતું. પણ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી માત્ર ઉપરછલ્લું કામ કરી આ પૈસા વાપરી કાઢવામાં આવ્યા હતા.જેના કારણે આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે, લાખોનો ખર્ચ કર્યા બાદ પણ પ્રવાસીઓને કોઈ લાભ થઈ શક્ય નથી આજે રાણી તળાવ ની મુલાકાતે આવનારા પ્રવાસીઓ એ રોડ પર બેસવા ની નોબત આવી છે. નેશનલ હાઈવે પર પુરઝડપે દોડતા વાહનો ગમે તે ઘડીએ અકસ્માત નોતરે સ્થિતિ સર્જાઈ છે.
હકીકતમાં સમગ્ર કામ પાછળની હકીકત ની તપાસ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરે અને અધિકારીઓએ કરેલી ખાયકી નો પર્દાફાશ થઇ શકે તેમ છે.
આજે રાણી તળાવ ની દશા જુઓ તો ચારેકોર ઝાડી ઝાંખરા છે અને તળાવના કિનારે લોકો દોરા તાવીજ અને કચરો ફેંકી ગંદકી માં વધારો કરી રહ્યા છે જેથી અહી આવનારા પ્રવાસીઓ આ નજારો જોઈ મોં મચકોડી રહ્યા છે.

Tags:
Gujarat