ઐતિહાસિક ઈડરિયો ગઢ જોવા માટે હજારો પ્રવાસીઓ ઇડર આવે છે. અરવલ્લીની પર્વતમાળા પર બંધાયેલા ઈડરિયા ગઢને જોવો એ પણ એક અનેરો લહાવો છે કેમ કે જે ઇતિહાસની અનેરી યાદ દેવડાવે છે. સાચવણીના અભાવે આજે ઈડરિયો ગઢ પણ ઇતિહાસના નકશામાંથી ભૂંસાઈ જાય તેવી દશા માં છે. અમે ઈડરિયો ગઢ જીત્યા રે એ પંક્તિ નું ગાન કરતાં જ યાદ આવે તેવા ઐતિહાસિક ઈડરિયો ગઢ નહી પણ ગઢની આસપાસનો પર્વત પણ હવે નામશેષ થવાના આરે છે.
આ પર્વત પર અત્યારે ખનીજ માફિયા કબ્જો મેળવી લીધો છે. ખનીજ માફિયાઓ બેફામ બની ઈડરિયા ગઢ ને ઉધઈની જેમ કોતરી રહ્યા છે પરિણામે આજે ઈડરીયા ગઢ ની પાછળ નો અડધો પર્વત નેસ્તો નાબૂદ થઈ ગયો છે.
કરૂણતા એ વાતની છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી ઈડરીયા ગઢ ની અસ્મિતા ને બચાવવા માટે ઇડર વાસીઓ મરણતોલ પ્રયાસો કરી રહ્યા છે પણ કોઈ સાંભળનાર નથી આજ મુદ્દે છે મુખ્યમંત્રી રૂપાણી સુધી પણ રજૂઆત કરવામાં આવી છે પણ વગદાર ખનીજ માફિયાઓ નો કોઈ વાળ વાંકો કરી શકે તેમ નથી પરિણામે આજે પણ બેરોકટોક રીતે ઈડરિયા ગઢ પર પથ્થરો નું ખંડન થઇ રહ્યું છે ઉલ્લેખનીય છે કે ઈડર થી થોડાક જ દૂર આવેલા છાપાવાળા ગામમાં બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને એક સમયે શોર્ટ ફિલ્મ નું શૂટિંગ કર્યું હતું ત્યાં પણ ખનીજ માફિયાઓ પર્વતો ને રેહવા દીધા નથી. કહેવત છે કે સત્તા આગળ શાણપણ નકામું તેવું જ કંઇક પ્રવાસીઓ સાથે થઈ રહ્યું છે પ્રજાનું કોઇ સાંભળનાર નથી અને માફિયાઓ બેફામ બન્યા છે.
Tags:
Gujarat