દરેક પક્ષોએ જ્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સક્રિય રીતે ભાગ લઇ પોતાના નામી ઉમેદવારો ઉતારવા જઈ છે, ત્યારે આજે અમદાવાદ સ્થિત નિકોલ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના યુથ પ્રેસિડેન્ટ સહીત ૧૦૦થી વધુ કાર્યકરોએ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી કલ્પેશભાઈ પારેખ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જીગરકુમાર કોઠીયા અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સચિનકુમાર દરજીના હસ્તે ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા.
વાંચો: પ્રખ્યાત પ્લેબેક સિંગર કેકેનું નિધન, કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન હાર્ટ એટેક.
સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી 2022 વિધાનસભાની ચૂંટણીમા પોતાના નામી અને શ્રેષ્ઠ ઉમેદવારો મેદાને ઉતારશે જેના માટે પાર્ટી એ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે.આવનારા સમયમાં અનેક નામી ચહેરાઓ પાર્ટીમાં જોડાશે. રાજનીતિમાં નામના અને ખ્યાતિ ધરાવતા ઘણા પ્રતિભાશાળી ચહેરાઓ સાથે હાલ પાર્ટીમાં જોડાવા અંગે ચર્ચા ચાલી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો અને જનતા સંવાદ થકી પોતાના પ્રચારનો આરંભ, શ્રેષ્ઠ પ્રયાસ અને મહેનત થકી ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવવા કટિબદ્ધ છે .આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી રાજેશ શર્માજી,પાર્ટીના મુખ્ય પદાધિકારીઓ રાજકીય અગ્રણીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાંચો: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા, શનિવારે જ સરકારે ઘટાડી સુરક્ષા.