"જલમજીવનમ" કંપની દ્વારા "મેડ ઇન કોરિયા" AWIPLUS આલ્કલાઇન વૉટર આયોનાઈઝર લોન્ચ કરવામાં આવ્યું.

  મિસિસ ઇન્ડિયા કિરણ પંજવાણી કે જેઓ આ આલ્કલાઇન વૉટર આયોનાઈઝર AWIPLUSના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે તેનું આજે અમદાવાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કંપનીના એમડી જસપાલસિંહ પુવાર અને પ્રેસિડેન્ટ રજનીશ પરમાર પણ ખાસ હાજર રહ્યા હતા અને AWI Plus આલ્કલાઇન વૉટર આયોનાઈઝર અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી.તમે આલ્કલાઇન પાણી (ક્ષારયુક્ત પાણી) વિશેના કેટલાક સ્વાસ્થ્ય દાવાઓ વિશે સાંભળ્યું હશે. તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ કરે છે, તે તમારા શરીરના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તથા રોગ અને બીમારી સામે રક્ષણ આપે છે. એટલું જ નહીં કેન્સર જેવા ગંભીર રોગો માટે પણ તે લાભદાયક છે. 

વાંચો: Shabaash Mithu trailer Out: તાપસી પન્નુની 'શાબાશ મિથુ'નું ટ્રેલર રિલીઝ

શું છે આવા આલ્કલાઇન પાણી?

     ક્ષારિય પાણીને સાયન્ટિફિક ભાષામાં આલ્કલાઇન પાણી પણ કહેવામાં આવે છે. એટલે કે ક્ષારિય પાણીમાં pHનું સ્તર વધુ હોય છે. pH સ્તર એ એક સંખ્યા છે જે સૂચવે છે કે એસિડિક અને ક્ષારોનું સ્તર, જે 0થી 14ના સ્કેલ પર હોય છે. ઉદાહરણ તરીકે, 7 સામાન્ય છે જો સ્તર 1 છે, તો તેનો અર્થ એ છે કે પાણી ખૂબ જ એસિડિક છે અને જો તે 14 છે, તો તે ખૂબ જ ક્ષરવાળું છે. નિયમિત પીવાના પાણી કરતા આલ્કલાઇન પાણીમાં pH સ્તરનું પ્રમાણ વધારે હોય છે.

   આલ્કલાઇન પાણીમાં pH સ્તર 7 થી વધુ હોય છે. એવું માનવામાં આવે છે કે આયોનાઇઝડ આલ્કલાઇન પાણી ધીમે ધીમે શરીરમાં વધુ એસિડના પ્રમાણને સામાન્ય કરે છે. શરીરમાં એસિડ ઓગળવાની આ પ્રક્રિયા વિવિધ રોગોને રોકવામાં પણ મદદ કરે છે. તાજેતરમાં, આવા આયીનાઇઝડ આલ્કલાઇન પાણી તેના ઘણા સ્વાસ્થ્ય લાભોને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યું છે ત્યારે AWIPLUS આલ્કલાઇન વૉટર આયોનાઈઝરનું નિદર્શન આજરોજ અમદાવાદ ખાતે મિસિસ ઇન્ડિયા 2019 કિરણ પંજવાણી અને જાણીતા મહેમાનો હાજર રહ્યા હતા.

વાંચો: અમદાવાદ ટાઈમ્સ ફેશન વીક 2022ના ઝમકદાર પ્રારંભ.

Previous Post Next Post