મીની કાશ્મીર સમાન પોળોના જંગલોમાં પથરાઈ કુદરતની ચાદર, એક આંટો મારવા જેવો ખરો.

   સાબરકાંઠાના પોળોના જંગલોમાં વરસાદી મોસમ માણવા જેવી છે વરસતા વરસાદમાં ખળખળ વહેતા ઝરણા અને અરવલ્લી ના પહાડો વચ્ચે લીલાછમ વૃક્ષો ને જોતા લાગે કે જાણે કુદરતે લીલી ચાદર પાથરી છે. ચોમાસામાં પર્યાવરણ પ્રેમીઓ માટે પોળોના જંગલો શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ સાબિત થયું છે અને કદાચ એટલે જ કોરોના કાળમાં ઘરની ચાર દીવાલમાં બેસીને કંટાળેલા ગુજરાતી પરિવારો પોળોના જંગલોમાં ભીડ જમાવી રહ્યા છે. વણજ ડેમમાં વરસાદી પાણીની આવક થતા પોળોના જંગલોમાં થઈને પસાર થતી નદીએ પણ નયનરમ્ય દ્રશ્ય સર્જાયા છે .પ્રવાસીઓ પાણીમાં છબ છબીયા કરી આનંદ માણી રહ્યા છે. શ્રદ્ધાનું પ્રતિક સમા પૌરાણિક શિવમંદિર ઇતિહાસ ને અનેરી યાદ અપાવે છે.

 પ્રવાસન વિભાગે પણ હવે પોળોના જંગલોમાં પ્રવાસીઓની સુવિધા માટે અનેકવિધ પગલાં ભર્યા છે. પ્રવાસીઓની વધતી ભીડને પગલે હવે પોળોના જંગલની આસપાસ હોટેલ અને રિસોર્ટ પણ બનવા માંડ્યા છે. એવો પણ વર્ગ છે જે માત્ર કુદરતના ખોળે નયનરમ્ય વાતાવરણમાં માત્ર શાંતિનો અહેસાસ કરવા માંગે છે તેવા લોકો અહીં રિસોર્ટ અને હોટેલ માં રજા ગાળે છે.ખરેખર શોર્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંડ્યું છે ત્યારે ચોમાસાની ઋતુ પરિવાર સાથે પોળો જંગલમાં એક આંટો મારવા જેવો ખરો
Previous Post Next Post