એલ પી સવાણી રોડ આવેલા ઓક્ટન્ટ પીઝા ખાતે કવીન્સ ક્લબ દ્વારા ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવીન્સ ક્લબના ફાઉન્ડર રિયા મર્ચન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ ઉન્નતિ ગાંધી હાજર રહ્યાં હતા. બધા મેમ્બર્સે ગેમ્સ, હાઉસી ઉપરાંત ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી પોતાની ક્ષણોને યાદગાર બનાવી હતી. મિત્રો જોડે આવી મુલાકાત ફૂડની મજા માળવી એ પણ એક લ્હાવો છે. 30 થી વધુ ગ્રુપના મેમ્બર્સે આમાં ભાગ લીધો હતો.
વાંચો: શૉ મિસ્ટર મિસિસ એન્ડ કિડ્સ ઇન્ડિયાના ગ્રાન્ડ ફિનાલેમાં ચાર્લ્સની એન્ટ્રી.
કવીન્સ ક્લબના ફાઉન્ડર અને ઓનર રિયા મર્ચન્ટએ જણાવ્યું કે, "કવીન્સ ક્લબને પાંચ વર્ષ પૂર્ણ થઈ જશે. મુખ્ય ઉદેશ કવીન્સ ક્લબ નો એ છે કે "મિત્રો જોડે જીવનના અમૂલ્ય ક્ષણો જીવી લેવાના જે તમને તમારી અત્યંન્ત ફાસ્ટ લાઈફ માં જીવવા નથી મળતા. મિત્રો જોડે ફૂડ ની મજા, ફૂલ ધમાલ મસ્તી કરીને 3 કલાક ગેટ ટુ ગેધર મગજને માનસિક શાંતિ ખુશી આપે છે. કવીન્સ ક્લબના મેમ્બર્સ દરેક મહિને આ ગેટ ટુ ગેધરની હંમેશા રાહ જોતા હોય છે.
