હાઇવેના ડીવાઈડર સાથે છેડછાડ કર્યા તો મર્યા સમજો, માર્ગ મકાન વિભાગ કરશે કાર્યવાહી.

   ગુજરાતમાં દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે રાજ્ય માર્ગ અને મકાન વિભાગએ સક્રિય પગલાં લીધા છે. હાઈવે પર ડિવાઈડર બનાવી વનડે સિસ્ટમનું કડકપણે અમલ કરવામાં આવી રહ્યું છે.જો કે, હિંમતનગર અંબાજી અને ઇડર અંબાજી સ્ટેટ હાઇવે પર કેટલાક હોટેલના સંચાલકો અને દુકાનદારો પોતાના અંગત સ્વાર્થ ખાતર ડિવાઈડર તોડી નાખે છે તેવી ફરિયાદો ઉઠી છે. હાઈવે પર ડિવાઈડર તોડી નાખતા વાહનો ગમે ત્યારે ટર્નિંગ લઇ અવર જવર કરે છે જેના કારણે અકસ્માત થવાની ભીતિ સર્જાઇ છે. ડિવાઈડર તોડી નંખાતા કેટલાય નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે પરિણામે રાજ્ય માર્ગ અને મકાન વિભાગે લાલ આંખ કરી છે.

Idar News, India news, latest, Divider, Sabarkatha, Hinnatnagar

     સ્ટેટ વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર એન.સી. પટેલે જણાવ્યું હતું કે, કેટલાક હોટલના માલિકો, દુકાનદારો પોતાના ધંધા માટે હાઈવે ડિવાઈડર તોડી નાખે છે. હાઈવે ડિવાઈડર સાથે છેડછાડ કરનાર કેટલાક વ્યવસાયકારોને નોટિસ આપવામાં આવી છે અને તેમના ખુલાસા માગવામાં આવ્યા છે. હાલ હિંમતનગરથી માંડી છેક ખેડબ્રહ્મા સુધીના હાઈવે પર તમામ ડિવાઈડરના છીંડા પૂરી દેવામાં આવ્યા છે અને હવે પછી કોઈ પણ વ્યક્તિ ડિવાઈડર સાથે છેડછાડ ન કરે તે માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાઈવે પર થતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ એ પણ ડિવાઈડર નો કડક અમલ થાય તે માટે કાર્યવાહી શરૂ કરી છે. વાહનચાલકોએ પણ ડિવાઈડરના પ્રવેશ દ્વાર મા અવરજવર કરવાનું ટાળે તે અંગે જનજાગૃતિ કેળવવાની જરૂર છે કેમ કે અકસ્માત થવાની સંભાવના છે.


વાંચો: પોળો ફોરેસ્ટમાં એન્ટ્રી ફીના નામે ઉઘરાણું, કલેકટરે આપ્યા તપાસના આદેશ.


Previous Post Next Post