સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોળો ફોરેસ્ટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રવાસીઓ કુદરતી પ્રકૃતિ સૌંદર્ય નિહાળવા મોટી સંખ્યામાં આવતા હોય છે. પોળો ફોરેસ્ટ ખાતે પ્રવાસીઓ કેટલાક ખાનગી તેમ જ ફોરેસ્ટ ગાઈડ દ્વારા પ્રવાસીઓને આસપાસના પ્રવાસન સ્થળો બતાવવા માટે ગાઈડ રાખતા હોય છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઇને કેટલાક લોકો દ્વારા ઓફિસ ખોલીને એન્ટ્રી ફીના નામે રૂ. ૫૦ વસૂલાઇ રહ્યા છે. આ અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વહીવટી તંત્ર અને ફોરેસ્ટ વિભાગ એક્શનમાં આવ્યું છે.
વાંચો: પોળોમાં ફરવા જાવ તો અહીં જવાનું ભૂલતા નહીં, કલ્પના નહિ કરી નહિ હોય તેવું જોવા જાણવા મળશે.
જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ તાત્કાલિક બેઠક બોલાવીને તપાસ કરાતા એન્ટ્રી ફીના નામે વધારાના પૈસા લઈને પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓને લૂંટવામાં આવે છે.આ હકીકત સામે આવતા ગાઇડને તાત્કાલિક ધોરણે ત્યાંથી છુટા કરાયા છે અને પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી છે, તથા એન્ટ્રી ફીના નામે પ્રવાસીઓ પાસેથી જે પૈસા ઉઘરાવેલા તે પરત કરવા પણ સૂચના અપાઇ છે. આ એન્ટ્રી પ્રવાસીઓ માટે વિનામૂલ્યે છે, છતાં ફી વસુલાત ગેરકાયદેસર છે અને ભવિષ્યમાં આવું ન બને તે બાબતની કાળજી રાખવા કડક સૂચના આપી તાકીદ કરાઈ છે. કોઇપણ પ્રવાસી સાથે આવું થાય તો વહીવટીતંત્ર અને ફોરેસ્ટ વિભાગના નાયબ વન સંરક્ષક તથા અન્ય અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
