સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિરનાર રોપ વે, શિવરાજપુર બીચ પર કીડિયારું ઊભરાયું.

   જન્માષ્ટમીના તહેવારોમાં તારીખ ૨૮, ૨૯ અને ૩૦ ઓગસ્ટ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ લોહ પુરુષ સરદારની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૮ ઓગસ્ટના રોજ ૨૩,૯૦૭ પ્રવાસીઓ ૨૯ ઓગસ્ટના રોજ ૪૦,૯૧૪ અને ૩૦ ઓગસ્ટના રોજ ૨૭,૩૪૩ એમ કુલ ૯૨,૧૬૪ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તાજ મહેલ કરતાં પણ વધુ પ્રવાસીઓ વર્ષ દરમ્યાન અહિં મુલાકાતે આવતા થયા છે. કેવડિયા ખાતે આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, વ્યુઇંગ ગેલેરી, ગ્લો ગાર્ડન, જંગલ સફારી, એકતા નર્સરી, કેક્ટસ એન્ડ બટરફ્લાય ગાર્ડન, પેટ ઝોન, નૌકાવિહાર, ઈલેક્ટ્રીક સાયકલિંગ, રિવર રાફ્ટિંગ વગેરેનો પણ આનંદ મોટી સંખ્યામાં ઉમટેલા સહેલાણીઓએ ઉઠાવ્યો હતો. રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી, આઇ-મેક્સ થિયેટર, ફાઇવ-ડી થિએટર, અર્થક્વેક રાઇડ, મિશન ટૂ માર્સ રાઇડ જેવા વિશ્વસ્તરીય સ્થળો લોકોને આકર્ષવામાં સફળ રહ્યા છે.
Statue of Unity, Science City, Shivrajpur Beach, Travel, Ahmedabad, Junagadh, Travling, Gujarat News, Right  news
   અમદાવાદ સાયન્સ સીટીની ૨૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમિયાન કુલ ૧૦,૯૯૬ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ ત્રણ દિવસો દરમિયાન સાયન્સ સિટીની મુલાકાતની ટિકીટની આવક ૩૫,૫૬,૯૧૦ થઇ છે. આ ત્રણ દિવસ દરમિયાન વિશેષત: બાળકો અને વિદ્યાર્થીઓએ સાયન્સ સિટિની ગમ્મત સાથે જ્ઞાન પિરસતી ગેલેરીઝની મજા માણી હતી. જેમાં ૧૦,૨૩૬ લોકોએ એક્વેટીક ગેલેરી, ૨,૮૦૬ લોકોએ રોબોટીક ગેલેરી અને ૧,૪૦૩ લોકોએ એક્વેટીક ફાઇવ ડી થિએટરની મુલાકાત આ ત્રણ દિવસો દરમિયાન લીધી હતી. ગીરનારની ટોચ પર સહેલાઇથી પહોંચી ધાર્મિક સ્થળોએ દર્શન કરી શકે અને આભને આંબતા આ પર્વતાધિરાજનું કુદરતી સૌંદર્ય માણી શકે તે માટે આ રોપ-વે એક અનેરૂં આકર્ષણ બન્યો છે. જુનાગઢ ખાતે આ રોપ-વે થી ૨૮ ઓગસ્ટના રોજ ૪,૮૬૧ પ્રવાસીઓ ૨૯ ઓગસ્ટના રોજ ૭,૪૫૯ અને ૩૦ ઓગસ્ટના રોજ ૮,૫૦૩ એમ કુલ ૨૧,૧૨૩ પ્રવાસીઓએ મુલાકાત લઇ ગીરનારના પવિત્ર ધામોની મુલાકાત લઇ પ્રભુ દર્શનની સાથે સાથે પ્રકૃતિ દર્શનનો પણ લ્હાવો લીધો હતો. તાજેતરના તહેવારોની રજાના દિવસોમાં દ્વારિકાના શીવરાજપુર બીચ ખાતે ૨૮ ઓગસ્ટના રોજ ૩,૧૦૦ પ્રવાસીઓ ૨૯ ઓગસ્ટના રોજ ૮,૭૬૪ અને ૩૦ ઓગસ્ટના રોજ ૯,૫૦૦ એમ કુલ ૨૧,૩૬૪ પ્રવાસીઓએ મુલાકાત લીઇ ઉજાણી કરી હતી અને વધુ પ્રવાસન સુવિધાઓ વિકસાવવા માર્ગદર્શન આપ્યું હતું.

Follow Instagram, FacebookTelegram

Previous Post Next Post