ગુજરાતમાં કોરોનાથી ૨ લાખ ૮૧ હજારના મોત, ભાજપ સરકાર જુઠ બોલે છે.

   રાજ્યમાં કોવિડ કાળમાં મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિના પરિવારને રૂ. ૪ લાખની સહાય આપવા કોંગ્રેસે માંગ કરી છે. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે, રાજ્‍યની ૧૭૦ નગરપાલિકાઓમાંથી ૬૮ નગરપાલિકાઓમાં કોરોના સમયમાં થયેલ મૃત્‍યુના આંકડાઓનું વિશ્‍લેષણ કરતાં સ્‍પષ્‍ટ થાય છે કે,  ગુજરાતમાં વાસ્‍તવિક મૃત્‍યુના આંકડા ઓછામાં ઓછા ૨ લાખ ૮૧ હજાર જેટલા થયા છે. કોરોના કાળમાં થયેલ મૃત્‍યુ અંગે નામદાર વડી અદાલતે રાજ્‍ય સરકારને ફટકાર લગાવી કે, રાજ્‍ય સરકાર દ્વારા સચોટ ડેટા પ્રકાશિત કરવામાં આવે તેમ છતાં રાજ્‍ય સરકાર કોરોના મહામારીની બે લહેરમાં ૧૦,૦૭૫નો સત્તાવાર મૃત્‍યુનો આંકડો જાહેર કરે છે. હકીકતમાં, રાજ્‍ય સરકારના સત્તાવાર મૃત્‍યુ નોંધણી રજીસ્‍ટર મુજબ મૃત્‍યુની સંખ્‍યા ભયાનક છે.

ગુજરાતમાં કોરોનાથી ૨ લાખ ૮૧ હજારના મોત, ભાજપ સરકાર જુઠ બોલે છે.

રાજ્‍યની ૧૭૦ નગરપાલિકામાંથી ૬૮ નગરપાલિકામાં મૃત્‍યુ રજીસ્‍ટરની નકલના આધારે નિષ્‍ણાતોના વિશ્‍લેષણથી સ્‍પષ્‍ટ થાય છે કે માર્ચ ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ના ગાળાના અગાઉના વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૯માં આ જ સમયગાળાની સરખામણીએ ૧૬,૮૯૨થી વધુના મૃત્‍યુ થયા છે. ૬૮ નગરપાલિકાઓમાં રાજ્‍યની કુલ વસ્‍તીનો ૬% ભાગ વસવાટ કરે છે. સામાન્‍ય રેશિયો મુજબ અંદાજ લગાવીએ તો, ઓછામાં ઓછા ૨.૮૧ લાખથી વધુ મૃત્‍યુ થયા છે જે રાજ્‍ય સરકાર દ્વારા જાહેર કરેલ આંકડા કરતાં ૨૭ ગણા વધારે છે. એપ્રિલ ૨૦૨૧માં ૬% વસ્‍તીમાં ૧૦,૨૩૮થી વધુ મૃત્‍યુ થયા, જે કોવિડ મહામારીના સમયગાળામાં રાજ્‍ય સરકારે જાહેર કરેલ સત્તાવાર આંકડા ૧૦,૦૭૫ કરતાં વધુ છે. 

૨૦૧૧ની વસ્‍તી ગણતરીના આંકડા મુજબ ૧૭,૫૬,૨૬૮ની વસ્‍તી ધરાવતા સૌરાષ્‍ટ્રના સુરેન્‍દ્રનગર જિલ્લામાં સરકારી આંકડા મુજબ ૧૩૬ મૃત્‍યુ નોંધાયા છે. જ્‍યારે મૃત્‍યુ રજીસ્‍ટરથી સ્‍પષ્‍ટ થાય છે કે, એક નગરપાલિકા જે જિલ્લાની ૧૪% વસ્‍તી ધરાવે છે તેમાં માર્ચ અને એપ્રિલ, ૨૦૨૧માં ૧,૨૧૦ કરતાં વધુ મૃત્‍યુ થયા છે. સરકારી આંકડા મુજબ, બોટાદ જિલ્લામાં કોવિડ-૧૯ સંબંધિત બિમારીઓથી માત્ર ૪૨ લોકોના મૃત્‍યુ થયા છે. જ્‍યારે માર્ચ-૨૦૨૦થી જુન-૨૦૨૧ વચ્‍ચે જિલ્લામાં ૩,૧૧૭થી વધુ મૃત્‍યુ નોંધાયા છે, જે સરકારી આંકડા કરતાં ૭૪ ગણા વધુ છે.વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ના દરેક મહિનામાં મૃત્યુના આંકડા નગરપાલિકાઓના મૃત્યુનોંધના રજિસ્ટરમાંથી ૫૪ નગરપાલિકાઓની કુલ વસતી ગુજરાતની કુલ વસતીના માત્ર ૫ ટકા થાય છે અને તેમાં રાજ્યની મોટી મહાનગરપાલિકાઓનો સમાવેશ કરાયો નથી. આથી આ આંકડો કેટલો ઊંચો હોઈ શકે તે કલ્પના કરી શકાય તેમ છે.


જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૧માં નોંધાયેલ મૃત્યુ ૧૭,૮૮૨

(૧૦૨ ટકા) પાછલાં બે વર્ષની સરખામણીએ વધારો (ટકાવારીમાં)

૫૦થી ૬૦ વર્ષની વયજૂથમાં મૃત્યુનું પ્રમાણ ૧૬૪ ટકા

૪૦થી ૫૦ વર્ષની વયજૂથમાં મૃત્યુનું પ્રમાણ ૧૫૨ ટકા

મહિલાઓમાં મૃત્યુનું પ્રમાણ ૧૦૭ ટકા

પુરુષોમાં મૃત્યુનું પ્રમાણ ૧૦૩ ટકા

વાંચો : કોરોનામાં 2 લાખ લોકોના મોત થયા, છતાં રૂપાણી સરકાર લાજવાને બદલે ગાજી રહી છે.

Follow:  Instagram, FacebookTelegram

Previous Post Next Post