અલ્પેશ ઠાકોર ફરી લાઇમલાઇટમાં, હજારોની ભીડ જોઈ પાટીલ થયા ખુશ.

       ઠાકોર સેનાના સુપ્રિમો અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જન્મદિવસ નિમિત્તે આત્મદર્શન પદયાત્રા યોજી હતી. દિયોદરના ઓગડથળીથી નીકળેલી પદયાત્રા 30 કિલોમીટર સુધી ચાલ્યા બાદ ટોટાણા સદારામ બાપુના નિવાસ્થાને પૂર્ણ કરી હતી આ પદયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. લાંબા સમય બાદ અલ્પેશ ઠાકોર ફરી લાઇમલાઇટમાં આવ્યા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરનું રાજકીય વર્ચસ્વ હજુ પણ યથાવત રહ્યું છે. તેનું કારણ એ છે કે આત્મદર્શન પદયાત્રામાં લાખોની ભીડ એકત્ર થઈ હતી અને આ જોઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ખુશ થઈ ગયા હતા.

વાંચોતમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઇલ નંબર નોંધાયેલા છે ? આ રીતે તપાસો

Alpesh Thakor in limelight again

 વાંચો : ગુજરાતી ફિલ્મ "બેટી ક્યારેય બોજ હોતી નથી" નું સ્ક્રીનિંગ યોજાયો.

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે પદયાત્રાનું આયોજન કર્યું હતું તેવી રાજકીય ટીકાઓ થઈ રહી છે ત્યારે સી આર પાટીલે કહ્યું હતું છે કે રાજકીય રીતે તાકાતનું પ્રદર્શન કરવું કંઈ ખોટું નથી.અલ્પેશ ઠાકોરે સારી રેલી કરી છે. આ રેલી જોઈ પાટીલે અલ્પેશ ઠાકોરને અભિનંદન પણ પાઠવ્યા હતાં. ભાજપમાં અલ્પેશ ઠાકોરનું કોઈ અસ્તિત્વ નથી તેવી રાજકીય વિરોધીઓ ટીકાઓ કરી રહ્યા છે ત્યારે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે અલ્પેશ ઠાકોરની રેલીના ભરપેટ વખાણ કરતા વિરોધીઓના મોં સિવાઈ ગયા છે.

   અલ્પેશ ઠાકોરે આજે પણ ઠાકોર સેના પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને માત્ર ઠાકોર જ નહિ પણ લઘુમતી આદિવાસી સહિત અન્ય કોમો પર પણ અલ્પેશ ઠાકોર નો વિશ્વાસ બરકરાર રહ્યો છે તે વાત હવે પ્રસ્થાપિત થઈ છે.

Previous Post Next Post