આ વર્ષે ઈદે મિલાદુન્નબીનું જુલુસ નીકળશે. કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે ઈદે મિલાદની ઉજવણી કરાશે. સરકારે મંજૂરી આપતા હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિનની ઉજવણી કરવા મુસ્લિમ સમાજે ઉત્સાહ ભેર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના પછી ગૃહમંત્રીએ આદેશ કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા, ઈમરાન ખેડાવાલાએ જુલુસની માંગ કરી હતી. બાદમાં CM સાથેની ચર્ચા પછી ગૃહમંત્રીએ ત્રણેય ધારાસભ્યોને નિર્ણયની ટેલિફોનિક જાણ કરી દેવાઈ હતી. જો કે, ઈદે મિલાદુન્નબીના જુલુસનો સમય બદલાઈ એવી શક્યતા જોવા મળી રહી છે.
વાંચો: તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઇલ નંબર નોંધાયેલા છે ? આ રીતે તપાસો
આ જુલુસ કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે. મોડી સાંજ સુધીમાં સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પોલીસ કમિશ્નરે માર્ગદર્શિકા સાથે ઈદ-એ-મિલાદ ઉજવવા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દીધું છે. ઈદે મિલાદના પ્રસંગે અમદાવાદ શહેર સહિત આખા ગુજરાત ભરમાં મસ્જિદોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી છે. મુસ્લિમ વિસ્તારોમાં પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે.