ઐતિહાસિક ઈડરિયો ગઢ આજે ઈતિહાસના પાનામાં સમાઈ જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. ખાણ માફિયાઓ હવે ઈડર ગઢ પર અડીંગો જમાવ્યો છે અને પથ્થરોનું બેફામ ખનન શરૂ કર્યું છે પરિણામે ઈડરિયા ગઢ ના અસ્તિત્વને બચાવવા આખરે ઇડરના નગરજનોને એ રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. ખાણ માફિયાઓ સામે સાઠ ગાંઠ ધરાવનાર ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની ભાગ બટાઈ જગજાહેર છે એટલે જ ઇડરના નગરજનોનું કોઈ સાંભળનાર જ નથી.
અગાઉ પણ ઈડરિયો ગઢ બચાવો સમિતિએ ખૂબ લડત લડી હતી અને આજે પણ સંઘર્ષ સાથે લડી રહી છે પણ તેનો કોઈ ઉકેલ આવી શક્યો નથી. છેક ગાંધીનગરના દરબાર સુધી આ વાત લઇ જઇ ઇડરના નગરજનોએ ખાણ માફિયાઓ ની ફરિયાદ કરી હતી પણ તંત્ર અને સરકાર હજુ પણ આંખ આડા કાન કરી રહી છે જેના કારણે ઈડર નગરજનોએ ફરી રોડ પર ઉતરવાની તૈયારીઓ કરી છે અને જેના ભાગરૂપે તા. 12મી એ એટલે કે આવતીકાલે ગુરુવારે ઇડર બંધનું એલાન આપવામાં આવ્યું છે હવે આ બંધના એલાનને કેટલી સફળતા મળે છે એ તો સમય જ દેખાડશે પણ એટલું જરૂર છે કે ઐતિહાસિક ઈડરીયા ગઢની શાન ને બચાવવા માટે ઇડરના નગરજનોએ ખાણ માફિયાઓ સામે બાંયો ચડાવી છે. હવે આ લડત કેવો રંગ લાવે છે એ તો સમય જ બતાવશે.
Tags:
Gujarat
