2022ની ચૂંટણીમાં ગુજરાતના કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી હશે.

 પાટનગર ગાંધીનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતા અને ધારાસભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા. આ બેઠકમાં અગલ-અલગ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઇને નક્કી કરવામાં આવ્યું છે કે, ચૂંટણીમાં 125 બેઠક જીતવાનો લક્ષ્‍યાંક છે. 2022ની ચૂંટણીમાં ગુજરાતના કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે. આ ઉપરાંત ધારાસભ્યને પોતાની બેઠક સિવાય અન્ય કોઈ બેઠક પર તેનો પ્રભાવ હોય તો તે બેઠકની જવાબદારી પણ ધારાસભ્યને સોંપવામાં આવી છે.


આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી અને અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા.ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદ માટે નિર્ણય તાત્કાલિક લેવાય એવો એક સુર બેઠકમાં ચર્ચાયો હતો. બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીની નિમણૂક તાકીદે કરવા માટે પણ સૂર ઉઠ્યો હતો.સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને વિરોધપક્ષના નેતાની પણ નિમણૂક કરો અથવા યથાવત રાખો જે કંઈ પણ નિર્ણય લેવો તે તાકીદે કરો એમ ધારાસભ્યોનું કહેવું હતું. આ ત્રણ પદો પર જલ્દીથી જ નિમણૂંક માટેહાઇકમાન્ડને રજુઆત કરવા માટે દિલ્હી જવાની તૈયારી પણ ધારાસભ્યોએ દર્શાવી છે.
Previous Post Next Post