મહિલાઓની જટીલ શારીરિક સમસ્યા " મેનોપોઝ " અંગે સેમીનાર યોજાશે

 "મેનોપોઝ" એ મહિલાઓની જટીલ શારીરિક સમસ્યાઓ પૈકીની એક છે. હજારો મહિલાઓ આ રોગથી પીડિત છે ત્યારે અમદાવાદ શહેરમાં પ્રથમવાર "મેનોપોઝ" મુદ્દે સેમીનાર યોજાઈ રહ્યો છે. મહિલાઓને 'મેનોપોઝ' જેવા જટીલ રોગ વિશે જાણકારી મળી રહે, જીવનની આ શારીરિક સમસ્યા માં કેવી સારવાર મેળવવી તે અંગે જાગૃતતા કેળવાય તેવા હેતુસર સેમીનારનું આયોજન સન બિલ્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.


 તા. 14મી ઓગસ્ટે અમદાવાદમાં એએમએ(AMA) ખાતે બપોરે 2 થી 5 સુધી સેમીનાર યોજાનાર છે. આ સેમીનારમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. શીતલ પંજાબી અને ડૉ.કલા શાહ માર્ગદર્શન આપશે.મેન્ટલ હેલ્થનું માર્ગદર્શન પીંકલ ભટ્ટ આપશે.આ સેમીનારમાં મહિલાઓ વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકે છે મોં.ન.9725150999 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 

Previous Post Next Post