ઇડર સજ્જડ બંધ, ખાણમાફિયા વિરુદ્ધ ઇડરવાસીઓનું જંગ-એ-એલાન.

   ઐતિહાસિક વિરાસત ઈડરિયો ગઢ આજે નષ્ટ થવાના આરે છે ત્યારે આ ઇતિહાસની યાદ અપાવતા સ્થળની રક્ષા કરવા માટે ઇડર વાસીઓએ રસ્તા પર ઉતારવાની ફરજ પડી છે કારણકે ખાણ માફિયાઓએ બેફામ ખનન કરી ઈડર ગઢનું નેસ્તનાબૂદ કરવા માંડ્યું છે. સ્થાનિક રાજકારણીઓ, સ્થાનિક તંત્ર અને ભ્રષ્ટ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે હાથ મિલાવતા ખનન માફિયાઓને મોકળું મેદાન મળ્યું છે.આજે ઈડરીયા ગઢની એવી પરિસ્થિતિ થઈ છે કે પહાડો બેફામ રીતે કોતરાઈ રહ્યા છે જાણે કોઈ યુદ્ધ ભૂમિ હોય તે રીતે પથ્થરોને બ્લાસ્ટ કરી ખનન કરવામાં આવી રહ્યું છે. પહાડોની આસપાસ રહેતા ગામવાસીઓ પણ ડરના માહોલમાં જીવી રહ્યા છે કેમ કે અચાનક થતા બ્લાસ્ટમાં ક્યાંક વિશાળ પથ્થરની શીલાઓ ગબડીને ક્યાંક વિનાશ વેરે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. પણ મોટા મસ્ત હપ્તા છેક ગાંધીનગર સુધી પહોંચતા હોવાથી ઇડર વાસીઓ નો અવાજ દબાઈ ચૂક્યો છે પણ જંગે ચડેલા ઇડર વાસીઓ કોઈપણ ભોગે ઈડર ગઢને બચાવવા મેદાને પડયા છે.તેમને આશા છે કે તેઓ કોઈપણ ભોગે ખનન માફિયાને ઝુકાવીને જ રહેશે. 



ઈડરિયા ગઢને બચાવવા નગરજનો એટલી હદે સંઘર્ષ કરી રહ્યા છે અને બંધના એલાનને એટલો વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે કે આજે ઈડર નગર સજ્જડ બંધ છે. વેપારીઓથી માંડી અને લારી ગલ્લાવાળા ઓનું એટલું સમર્થન સાંપડયું છે કે આખુંય બજાર સૂમસામ બન્યું છે. ઇડરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ઇડરના નગરજનોએ જેમને ખોબલે-ખોબલે મત આપ્યા તે ધારાસભ્ય આ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહેલી લડતમાં ક્યાંય દેખાયાં નથી. કોંગ્રેસના નેતા રામભાઇ સોલંકી, ઈસ્માઈલભાઈ મુસલા, રમેશભાઈ સુરતી, રાજેન્દ્રસિંહ કુંપવત સહિત સ્થાનિક નેતા, શહેરીજનો અને વેપારી મહામંડળના સભ્યોએ ઇડર ટાવર પાસે એકત્ર થઈ આ લડાઈને વધુ મજબૂત કરવા માટે સંકલ્પ કર્યો હતો અને સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. 

Previous Post Next Post