લેફ્ટનન્ટ જનરલ મહારાજા સર પ્રતાપસિંહ સાહેબ ઇડર રજવાડાના બ્રિટીશ ભારતીય સેના અધિકારી હતાં .તેઓ ઇડર રજવાડાના મહારાજા હતા. સર પ્રતાપસિંહે તેમની ટુકડીઓ સાથે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાંસ અને ફ્લેન્ડર્સમાં શૂરવિરતાથી લડી બતાવ્યું હતું. તેમણે ઘણીવાર યુરોપનો પ્રવાસ કર્યો હતો. તેઓ રાણી વિક્ટોરિયા અને તેમનું કુટુંબ સાથે નજીકના સંબંધો ધરાવતા હતા. પરિહર રજપુતોએ ઇડરની ફરી સ્થાપના કરી હોવાનું મનાય છે.
આ રજપૂતોએ ચિતોડને તાબે રહીને કેટલીક પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું. ૧રમા સૈકાના અંતમાં ઇડરના રાજાએ દિલ્લીના રાજા પૃથ્વીરાજ સાથે હિંન્દુસ્તાનના મુસ્લિમ આક્રમણકારો સામે ભાગ લીધો અને સન ૧૧૯૩ ની થાનેસરની લડાઇમાં હિંદુઓની મોટી હાર થઇ અને તેમાં તે મરાયો. ત્યાર બાદ ઇડર હાથી સોર્ડ કોળીના હાથમાં ગયું અને તેના પછી તેનો પુત્ર શામળીઓ ગાદી પર આવ્યો.રાઠોડ રાજવી સોનંગજીએ શામળીયાને મારી નાખ્યો અને ઇડરનો કબજો મેળવ્યો અને રાવ વંશની સ્થાપના કરી, જેમણે ધણી પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું.
વાંચો: બાઉન્સ ઇન્ફિનિટી ઇલેક્ટ્રિક સ્કૂટર 65kmph ટોપ સ્પીડ અને 85km રેન્જ સાથે લોન્ચ થયું. કિંમત માત્ર..
ઇડરે પોતાનો ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો આજ દિન સુધી સાચવી રાખ્યો હોય તેવું તેના સ્થાપત્યો પરથી જણાય છે. અહીંના પ્રાચીન મંદીરો, ખંડેરો, મૂર્તિઓ, સુશોભિત વાવો, કૂંડ અને તળાવો આ બધાની સાક્ષી પૂરે છે. આ ઐતિહાસિક મહેલ જાળવણી ના અભાવે ખંડેરમાં પરિવર્તિત થયું છે ઇડરના આંગણે આવતા પ્રવાસીઓ પહેલી નજરે તો ખંડેરને જોઈને નિસાસા નાખે છે કેમ કે બધા જાણે છે કે ઇડર એક સમયનું ઐતિહાસીક શહેર હતું અને તેની જાહોજલાલી કંઇક અલગ હતી જો આ મહેલોની જાળવણી કરવામાં આવી હોત તો ઇતિહાસ નજર સમક્ષ રહ્યું હોત.
નવી પેઢી ને પણ ઇતિહાસ માં રાજપુત શાસન કેવું હતું તેનું અંદાજ જાણવા નો લહાવો મળ્યો હોત પણ કમનસીબે આજે ઈડરિયા ગઢ ના બંને મહેલો ખંડેર હાલતમાં પડી રહ્યા છે.
વાંચો: ઇડરની ઐતિહાસિક જુમ્મા મસ્જિદનું થયું નવનિર્માણ, અપાયો ન્યુ લુક, યુવા આગેવાનોની મહેનત રંગ લાવી

