પાટનગર ગાંધીનગરમાં ૨૬મી જાન્યુઆરીની મધરાતે ત્રણ વાગે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાનું મહાસંમેલન યોજાવવા જઈ રહ્યું છે. આ મહાસંમેલનનો ઉદ્દેશ સમાજના ઉદ્ધાર, ઉત્થાન અને સકારાત્મક બદલાવના મિશનને પ્રોત્સાહિત કરવો છે. મહાસંમેલનમાં સામાજિક આગેવાનો, યુવાનો, મહિલા પ્રતિનિધિ સહિત લાખો લોકો એકત્રિત થશે
ઠાકોર સમાજ હંમેશા મહેનતી, સ્વાભિમાની અને દેશભક્ત રહ્યો છે. હવે સમય આવ્યો છે કે એકતા, શિક્ષણ અને સ્વાવલંબનને જીવનનો મુખ્ય મંત્ર બનાવવો એ વાત નો ઉલ્લેખ કરતાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ૨૬મી જાન્યુઆરીના દિવસે આયોજિત આ પ્રસંગ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ઠાકોરોનું સામૂહિક મિશન છે. આ દિવસ સંવિધાન, સમાન અધિકાર, જવાબદારી અને ફરજનો છે એટલે આ દિવસની પસંદગી કરાઈ છે
ઠાકોર સમાજે ખેતી, મજૂરી, સૈન્ય, પોલીસ, અને દરેક ક્ષેત્રમાં સેવા આપી છે. પરંતુ આજે પ્રશ્ન એ છે કે —શું ઠાકોર સંગઠિત છે?શું ઠાકોર યુવાનો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. સમાજને જાગૃત કરવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ના મુખ્ય વિષયો છે કે...
(). 🔷 સમાજની એકતા
એકતા એ સમાજની શક્તિ છે. વિભાજનનો કોઇ સ્થાન નથી, સહયોગ અને ભાઈચારો એ મુખ્ય હથિયાર છે."સમાજના વિવિધ વર્ગો વચ્ચે ભાઈચારો વધારવો એ હેતુ છે. યુવા, મહિલાઓ અને વડીલો વચ્ચે સંવાદ અને સહયોગને મજબૂત બનાવવું છે. ઠાકોર સમાજમાં ફૂટફાટ, ભેદભાવ અને આંતરિક વિવાદો દૂર કરી એકતા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા નક્કી કરાશે.
() 🔷 યુવા અને રોજગાર
સરકારી નોકરી ,ખાનગી ક્ષેત્ર, સ્વરોજગાર, વ્યવસાય
દરેક ક્ષેત્રમાં આગળ આવવું પડશે. સમાજ પડખે ઊભો રહેશે .યુવાનો સમાજ નું ભવિષ્ય છે. "યુવાનોને વ્યવસાય અને સ્વરોજગાર માટે તાલીમ અને માર્ગદર્શન આપવા મંચ રચવાનો નિર્ણય લેવામાં આવશે
🔷 મહિલાઓનું સશક્તિકરણ
આજના સમયમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. . સમાજને મજબૂત બનાવવા માટે મહિલાઓને આગળ લાવવી જ પડશે."માતા-બહેનો વગર સમાજ અધૂરો છે, મહિલાઓની કોઈ પણ નિર્ણયમાં ભાગીદારી હશે. સ્વસહાય જૂથ સહિત અન્ય યોજના થકી તેમને સ્વાવલંબન બનાવી શકાશે.
🔷 સમાજ સુધારણા
આજે નિર્ભયતાથી કહેવું પડશે:
❌ દારૂ અને નશો — સમાજનો શત્રુ છે
❌ દહેજ — દીકરીઓનું અપમાન છે
❌ ફાલતુ ખર્ચ — ગરીબીનું કારણ છે
જો ખરેખર સમાજને આગળ લઈ જવું હોય,
તો આ કુરિવાજોને દૂર કરવા પડશે. નશામુક્તિ અને વ્યસન નિવારણ જાગૃતિ અને સહાય દ્વારા લોકોને વ્યસનથી મુક્ત કરાશે.
🔷 શિક્ષણ – ભવિષ્યની ચાવી
આજના યુગમાં શિક્ષણ વગર કોઈ સમાજ આગળ જઈ શકતો નથી.આપણાં બાળકો સ્કૂલમાં જાય — એટલું પૂરતું નથી
તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ, માર્ગદર્શન આપવું પડશે.
