ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ 27મી સપ્ટેમ્બર એટલે વિશ્વ ટુરિઝમ દિવસ અને હેરિટેજનું ઉજવણી

         27મી સપ્ટેમ્બર એટલે વિશ્વ ટુરિઝમ દિવસ અને હેરિટેજનું ઉજવણી અને એવા પ્રસંગમાં ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા શાયરી, કવિતાઓ, ગીતો અને મનોરંજનનો એક અદ્ભુત પ્રસ્તુતિ આપવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન વિશાલા ગ્રામ્ય રેસ્ટોરન્ટના ખાસ વાતાવરણમાં શ્રી સુરેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપના પ્રણેતા સુભોજીત સેને માહિતી આપ્યું કે અમે સુરેન્દ્ર સર, શ્રીમતી હિમાની અરોરા અને શ્રીમતી વૈશાલી વૈદ્યના આભાર માનીએ છીએ જેમણે ટ્રાવેલ અને ટુરિઝમ આધારિત આ સ્પેશિયલ કાર્યક્ર્મની પરિકલ્પના અને પ્રસ્તુતિ માટે અમને ટેકો આપ્યો.

      આજે અમારા ૧૧ જેવા યુવા અને અનુભવી આર્ટીસ્ટોનું ટીમ મુસાફરી, સફર , અદ્ભુત જગ્યાઓ અને ટ્રાવેલના અનુભવો પર પોતાના પ્રસ્તુતિ આપશે. શ્રી રૂપેશ ભાઈ, શ્રી દક્ષેશ ભાઈ, શ્રી મુદીત અને શ્રી સન્ની ને પોતાના યોગદાન માટે ખાસ આભાર. ત્રણ કલાકના આ પ્રોગ્રામમાં 40 જેવા ટ્રાવેલ ઉત્સાહી લોકોએ ભાગ લીધા હતા અને છેલ્લે દયા અને હંસાના કોમેડી કાર્યક્ર્મ સાથે લોકોએ ગરબાના મજા પણ માણ્યા હતા.


Previous Post Next Post